PAASમાંથી રાજીનામું આપ્યું હોવાની અટકળો વચ્ચે બાંભણિયાએ શું કર્યો ખુલાસો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક નેતાઓ પાસ છોડી ગયા છે જેમાં રેશ્મા પટેલ, વરુણ પટેલનો સમાવેશ થાય છે. આ બંન્ને ભાજપમાં જોડાઇ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ પાસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતે રાજકારણ ગરમાઇ ગયું છે. જોકે, દિનેશ બાંભણિયાએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, તેણે રાજીનામું આપ્યું નથી અને તે અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે છે.
દિનેશ બાંભણિયા પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારથી હાર્દિક પટેલના નજીકના સાથી રહ્યા છે. દિનેશે કહ્યું કે, મે પાટીદારો માટે કામ કર્યું છે પરંતુ પાટીદાર સમાજ સાથે હંમેશા અન્યાય થયો છે. પાસમાં નેતાઓના રાજીનામા પાછળ પાસ દ્ધારા કોગ્રેસને આપવામાં આવેલા સમર્થનને કારણે હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જોકે, દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો હતો કે, આંદોલન રાજકીય બની ગયું છે. તે હાલમાં આંદોલન સાથે સક્રીય રહેશે નહીં. ભાજપમાં જોડાશે તેવી અફવા પર દિનેશ બાંભણિયાએ કહ્યું કે, તે કોઇ પક્ષમાં જોડાશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -