PAAS અને કોંગ્રેસ વચ્ચે ડખો, અનામત મુદ્દે 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ
કોંગ્રેસે અમને સમય આપ્યો જ નથી. હવે ૨૪ કલાકમાં પાટીદાર સમાજને અનામતની કોંગ્રેસ જાહેરાત નહીં કરે તો કોંગ્રેસ કાર્યાલય ખુલવા દેવામાં આવશે નહીં. હવે કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ, સિધ્ધાર્થ પટેલ કે જે હાઇકમાન્ડ હોય તે અમારી સાથે ગુજરાત આવીને મીટીંગ કરે. જો તે માટે પણ તૈયાર ના હોય તો તેમને બતાવી દઇશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંભણિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક સાથે વાત કરીને કોંગ્રેસ દ્વારા અમને દિલ્હી માટે આમંત્રણ અપાયું હતું. અમે ગુજરાત ભવનમાં ભરતસિંહ સાથે આવ્યા હતા અને હાઇકમાન્ડ સાથે મીટીંગની વાત કરી હતી. જો કે આખો દિવસ બેસાડી રાખ્યા બાદ મીટીંગ કરાવવાના બદલે ભરતસિંહ પોતે સાંજે ફ્લાઇટ પકડીને અમદાવાદ રવાના થઇ ગયા હતા જે અમારી મજાક કરતા હોય તેવું લાગ્યું છે.
પાટીદારોને પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી નહીં કરવા અપીલ કરતા જો ઉમેદવારી કરશે તો તેમના ઝભ્ભા ફાડી નાખીશું. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે પાસનું ગઠબંધન થાય તે પહેલા તૂટી જાય તેવા પરિસ્થિતિ સર્જાઇ છે.
પાસના નેતા દિનેશ બાંભણિયાએ આ અંગે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકીને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે ૨૪ કલાકમાં કોંગ્રેસ તેનું પાટીદારોને અનામતનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો કોંગ્રેસ સામે દેખાવો કરાશે. અમને બેસાડી રાખીને ભરતસિંહ અમદાવાદ પહોંચી ગયા હોવાનું કહેતા તેમણે એવી પણ ચીમકી આપી છે કે કોંગ્રેસ પાસનો રાજકીય ઉપયોગ કરવા માગતી હશે તો કરવા દેવાશે નહીં.
અમદાવાદઃ કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો છે. ગઈકાલે ‘પાસ’ના નેતાઓ કોંગ્રેસના હાઈ-કમાન્ડને મળવા દિલ્હી ગયા હતા, પણ કોંગ્રેસના નેતાઓએ તેમને મળવાનો સમય ન આપતા ‘પાસ’ના નેતાઓ નારાજ થઈ ગયા છે અને તેમણે કોંગ્રેસને પાટીદારોને અનામતના મામલે 24 કલાકમાં તેનું સ્ટેન્ડ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -