ગુજરાતમાં PM મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, નરેન્દ્ર મોદી ક્યારથી સભાની કરશે શરૂઆત?
ભાજપના સૂત્રોએ કહ્યું કે, ‘અમારી સોશિયલ મીડિયા ટીમ વધુને વધુ સંખ્યામાં વિશાળ સોશિયલ ટાઉનહોલ સભા યોજવા માટે કામે લાગી ગઈ છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે જ પહેલાં ભાજપે મોદીની જે 15-18 રેલી હતી તેની જગ્યાએ 50 જેટલી રેલી સંબોધવા માટે વિનંતી કરી છે. સૂત્રો મુજબ વડાપ્રધાન મોદી રાજ્યમાં સોશિયલ મીડિયા ટાઉન હોલ અને ડિજિટલ મીડિયા ટેક્નોલોજીથી એક સાથે જુદા જુદા સ્થળોએ સભાઓને સંબોધીત કરશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જાન્યુઆરીથી પોતાના ગૃહરાજ્યમાં 10થી વધુ વખત મુલાકાત લઈ ચૂક્યા છે. ગુજરાતની ચૂંટણી ભાજપ માટે જ નહીં પીએમ મોદી માટે પણ પ્રતિષ્ઠાનો વિષય છે. તેમાં પણ વડાપ્રધાન તરીકે મોદી જ્યારથી ગુજરાત છોડી રાષ્ટ્રીય સ્તર પર ગયા છે ત્યારથી ગુજરાત ભાજપમાં ચૂંટણી જીતાવી શકે તેવા નેતાની ઉણપ સાલી રહી છે.
વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી ગુજરાતમાં 10 નવેમ્બર બાદ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ઇલેક્શન પહેલા 50-70 જેટલી જનસભાઓ સંબોધિત કરશે. આ માટે તેઓ દરરોજ 2-3 સભાઓ સંબોધિત કરશે.’
કોંગ્રેસ ગુજરાતમાં સોશિયલ મીડિયાથી લઈને શેરી શેરીમાં પ્રચાર કરવા ઉતરી પડી છે. જેને કાઉન્ટર કરવા માટે ભાજપ ફરી એકવાર મોદી જાદૂ પર આધાર રાખી રહ્યો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ પાર્ટી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની 50થી વધુ સભાઓ યોજીને લોકોને ભાજપ માટે મતદાન કરવા આકર્ષવા પાછળ કોઈ કચાશ છોડવા માગતી નથી.
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ભાજપ તથા કોંગ્રેસ માટે ગુજરાતની આ ચૂંટણી કરો યા મરો જેવી છે. ગુજરાતમાં સતત 22 વર્ષથી ભાજપની સરકાર છે જેના કારણે એક સત્તા વિરોધી લહેર છે તો બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ફેક્ટરથી ભાજપને નુકસાનની આશંકા જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -