જૂના જોગીને ભાજપમાં કેમ પરત લવાયા? જયનારાયણ અને યમલ વ્યાસને આ કારણે કરાયા સક્રિય, જાણો વિગતે
અમદાવાદ: ભાજપ અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહને બુદ્ધિનો પ્રયોગ કરનાર માણસો ગમતા નથી, તેના કારણે જ વર્ષો સુધી ભાજપમાં સક્રિય રહેલા નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને ચાર્ટડ એન્કાઉન્ટન્ટ યમલ વ્યાસને હાંસીયામાં ધકેલી દેવાયા હતાં. જોકે ચૂંટણી અગાઉ જ ચોતરફથી ઘેરાયેલો ભાજપને ચૂંટણી દરમિયાન તર્કથી ભાજપનો બચાવ કરી શકે તેવા પ્રવક્તાની જરૂર હોવાને કારણે જયનારાયણ અને યમલ વ્યાસને પરત લેવાની ફરજ પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયનારાયણ વ્યાસ ટેક્નોક્રેટ હોવાથી સાથે તેમની પાસે ધર્મનું સારું વાંચ હોવાને કારણ લાબા સમયથી તેઓ ટેલિવિઝન ચેનલો ઉપર ધર્મના વિષય પર બોલી રહ્યા છે. હવે તેમને ફરી એકવાર રામભક્તોને બચાવવા માટે બોલવાનું છે.
આમ તો બંન્ને નેતાઓ સંવેદનશીલ છે, ભાજપમાં હોવા છતાં જૂઠ્ઠું બોલી શકતા નથી અને તેઓ જે માનતા નથી તેવું બોલવામાં તેમને કષ્ટ તો પડવાનું છે. છતાં હવે તેમની પાસે પણ ભાજપની સાથે રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ટેલિવિઝન ડીબેટમાં રાડો પાડી બોલનાર નેતાઓનો ભાજપમાં ટોટો નથી પણ મગજ શાંત રાખઈ સાયું અને તે પણ લોકો સંમત થાય તે રીતે બોલી શકે તેવા પ્રવક્તાની જરૂરિયાત ઊભી થતાં જયનારાયણ વ્યાસ અને યમલ વ્યાસને પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.
આમ તો બંન્ને અટક વ્યાસ છે તે એક સંજોગ છે. પણ દોઢ દાયકા કરતા વધુ સમય રાજકિય વનવાસમાં રહ્યા પછી ભાજપને યાદ આવ્યું કે કોંગ્રેસ જે રીતે આક્રમક બની લડી રહી છે ત્યારે આંકડાની માયાજાળ સમજી શકે તેવા પ્રવક્તાની જરૂર છે.
કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહેલા અને વર્ષો સુધી ગુજરાત સરકારમાં સેવા આપનાર જયનારાયણ વ્યાસ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા પછી સરકાર અને સંગઠનમાંથી દુર થઈ ગયા હતાં. આવી જ સ્થિતિ યમલ વ્યાસની પણ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -