મોદી સરકાર સામે પડનારા ક્યા IPS અધિકારીએ આપી દીધું રાજીનામું? પત્નિ હજુ ગુજરાતમાં છે IAS અધિકારી, જાણો વિગત
રજનીશ રાયના પત્ની વત્સલા વાસુદેવ ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી છે. તેઓ પંજાબના વતની છે. વત્સલા વાસુદેવ 1995 બેચના છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. બે વર્ષની રજા બાદ હાલમાં જ તેમણે સર્વિસ જોઈન કરી છે અને તેમને તાજેતરમાં જ ઊર્જા વિકાસ નિગમમાં નિમણૂંક કરવામાં આવી છે.
રજનીશ રાય સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા ત્યારે જ તેમણે રાજીનામું આપ્યાના અહેવાલ છે. તેઓ આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના ડેપ્યુટેશન પર હોવાથી તેમણે પોતાનું રાજીનામું ગુજરાત સરકારને બદલે કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ તે પહેલા રજનીશ રાયે ડીજી વણઝારા, રાજકુમાર પાંડિયન તેમજ ઉદેપુરના તે સમયના એસપી દિનેશ એમ.એન.ની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદ આ કેસોની તપાસ તેમની પાસેથી લઈને પૂર્વ આઈપીએસ ગીતા જોહરીને સોંપવામાં આવી હતી.
અમદાવાદ: 1992ની બેંચના ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયે રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ અહેવાલને હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રજનીશ રાય સોહરાબુદ્દીન તેમજ તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના સીનિયર આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા.