આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક, જાણો ક્યા-ક્યા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા?
નોંધનીય છે કે મંગળવારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ હાજર રહ્યા હતાં.
આજ રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો મુદ્દા પર પણ ભાર પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આગામી સમયમાં ગુજરાતની ઓળખ સમાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ મુદ્દે સરકારે અત્યારથી જ કામગીરી શરૂ કરી છે. જેને અનુસંધાને આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આજની બેઠકમાં પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી મામલે સરકાર માટે પડકાર બનેલા હાર્દિકના ઉપવાસ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી શકે છે તેવી ભાજપ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગાંધીનગર: આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિ, ખેડૂતોના પાકવિમાના પ્રશ્નો તેમજ વાવણીના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, વાયબ્રન્ટની તૈયારીઓ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.