ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના નેતાઓએ શરૂ કર્યું લોબિંગ, જાણો વિગત
ત્યારે કોંગ્રેસ હાઈકમાન દિલ્હીથી એક નેતાને ગુજરાત ક્વોટામાંથી રાજ્યસભામાં મોકલીને આ સમસ્યા ઉકેલી તેવું હાલ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા જનાર્દન દ્રિવેદીને કોંગ્રેસ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. જો આમ થાય તો તમામ સમાજમાંથી દાવેદારી કરનાર નેતાઓને નિરાશા હાથ લાગી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભાની 2 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. એક બેઠક પર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને દિપક બાબરીયાનું નામ રેસમાં છે. જ્યારે બીજી બેઠક માટે સામાજિક સમીકરણોના આધારે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે. સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલના નિધનથી આ બેઠક ખાલી પડી હતી ત્યારે દલિત સમાજે પણ આ બેઠક માટે દાવો માંડ્યો છે. દલિત સમાજમાંથી કરસનદાસ સોનેરી, પી.કે.વાલેરા અને રાજન પિર્યદર્શીની દાવેદારી છે. એસટી કેટેગરીમાંથી તુષાર ચૌધરી અને નારણ રાઠવા ઉપરાંત નિવૃત આઈપીએસ કુલદીપ શર્માએ પણ દાવેદારી નોંધાવી છે.
રાજ્યસભાની 2 બેઠકો કોંગ્રેસને મળશે પરંતુ તેમાંથી એક બેઠક બાદ પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકીનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શનનો લાભ ભરતસિંહ સોલંકીને મળે તેવી ઉજળી શક્યતા છે. ત્યારે બીજી બેઠક માટે તમામ સમાજમાંથી પ્રતિનિધત્વની માંગ જોતા કોંગ્રેસના હાઇકમાન માટે મુશ્કેલી સર્જી શકે છે અને પસંદગી માથાના દુખાવા સમાન બની શકે તેમ છે.
ભાજપમાંથી 2 કેન્દ્રીય મંત્રીઓ પાટીદાર હોવાથી કોંગ્રેસમાં રાજ્યસભાની બેઠક માટે પાટીદાર સમાજનું પણ પ્રતિનિધિત્વ આપવાની માંગ થઈ છે. છેલ્લા 36 વર્ષથી કોંગ્રેસે રાજ્યસભામાં કોઇપણ પાટીદાર નેતાને મોકલ્યા નથી ત્યારે હવે પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને પાટીદાર નેતાઓને પ્રતિનિધિત્વ આપવા માંગ કરી છે. કોંગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણી માથાના દુખાવા સમાન બની રહેશે. પાટીદાર નેતાઓ બાલુભાઈ પટેલ કે સિદ્ધાર્થ પટેલ રાજ્યસભામાં મોકલવા રજૂઆત કરવામાં આવી છે.
છેલ્લા 22 વર્ષમાં કોંગ્રેસને રાજ્યસભાની બેઠકોને લઈને ગુજરાતમાં નુકસાન થયું છે ત્યારે આ વખતે પહેલીવાર રાજ્યસભામાં કોંગ્રેસની એક બેઠક વધવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસમાં રાજ્યસભાની આ 2 બેઠકો માટે મોટાભાગના સિનિયર આગેવાનોએ આશા લગાવી છે. કોંગ્રેસના સાંસદ પ્રવિણ રાષ્ટ્રપાલનું નિધન થવાથી 2016માં ખાલી પડેલી બેઠક પર ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભામાં ગયા હતા. ત્યારે આ વખતે કોંગ્રેસને આ બેઠક ઉપરાંત વધુ એક બેઠક મળવા જઈ રહી છે જેનાથી પ્રદેશના નેતાઓ દિલ્હીના સ્વપ્ન જોઇ રહ્યા છે.
અમદાવાદ: રાજ્યસભાની 4 ખાલી પડનારી બેઠક માટેની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસના નેતાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે. કોંગ્રેસને આ વખતે 4માંથી 2 બેઠકો મળતી હોવાથી સિનિયર નેતાઓએ રાજ્યસભા માટે દોડ લગાવી રહ્યાં છે. હાલ તમામ 4 બેઠક ભાજપ પાસે છે ત્યારે કોંગ્રેસને મળનારી 2 બેઠકોને લઈને કોંગ્રેસના નેતાઓને આશા જાગી છે. ત્યારે દરેક નેતાઓએ પોતાના સમાજ દ્વારા લોબિંગ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -