રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ? જાણો
આમ, કોંગ્રેસ-એનસીપીના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. માનો કે, એનસીપીના બંને ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યો હોય તો પણ કોંગ્રેસના ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાના સમીકરણ પ્રમાણે કોંગ્રેસના 57 અને એનસીપીના બે ધારાસભ્યો મળી, કુલ 59 ધારાસભ્યોના મત મીરા કુમારે મળવા જોઇતા હતા. આ ઉપરાંત નલિન કોટડિયાએ મીરા કુમારને મત આપ્યો છે, તેથી મીરા કુમારને મળનારા મતની સંખ્યા 60 થવી જોઇતી હતી. તેના બદલે તેમને 49 ધારાસભ્યોના મત મળ્યા છે.
ગુજરાતમાં રામનાથ કોવિંદને 19404 મત મળ્યા છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મુલ્ય 147 થાય છે. એ રીતે જોઇએ તો 132 ધારાસભ્યોએ કોવિંદને મત આપ્યા છે. જ્યારે મીરા કુમારને 7203 મત મળ્યા છે. એટલે કે તેમને 49 ધારાસભ્યોએ મત મળ્યા છે. જ્યારે જેડીયુના એક ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કર્યું નથી.
અમદાવાદઃ ગત 17મીએ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આજે સવારે અગિયાર વાગ્યાથી મતગતણરી થઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -