ગુજરાત કોંગ્રેસના ક્યા 57 નેતાઓને ટિકિટ આપવાની કરાઈ જાહેરાત ? કઈ બેઠકો પરથી લડશે ? જાણો વિગત
અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ અને શંકરસિંહ વાઘેલાની નારાજગીએ ભારે ચર્ચા જગાડી છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના તમામ ધારાસભ્યોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠાસરાઃ પરમાર રામસિંહ પ્રભાતસિંહ, કપડવંજઃ વાઘેલા શંકરસિંહ, બાલાસિનોરઃ ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈ, લુણાવાડાઃ પટેલ હીરાભાઈ હરીભાઈ, સંતરામપુરઃ ડામોર ગેન્દલભાઈ મોતીભાઈ, ગોધરાઃ રાઉલજી સી. કે., ઝાલોદઃ ગરાસીયા મીતેશભાઇ કાળાભાઈ, દાહોદઃ પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ, ગરબાડાઃ બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ, સંખેડાઃ ભીલ ધીરુભાઈ ચુનીલાલ,
દરિયાપુરઃ શેખ ગ્યાસુદ્દિન હબિબુદ્દિન, અમરેલીઃ ધાનાણી પરેશ, ઉનાઃ વંશ પુંજાભાઈ ભીમાભાઈ, પાલીતાણાઃ રાઠોડ પ્રવીણભાઈ જીણાભાઇ, બોરસદઃ પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ, આંકલાવઃ ચાવડા અમિત, પેટલાદઃ પટેલ નિરંજન, સોજિત્રાઃ પરમાર પુનમભાઈ માધાભાઈ, મહેમદાવાદઃ ચૌહાણ ગૌતમભાઈ રવજીભાઈ, મહુધાઃ ઠાકોર નટવરસિંહ ફુલસિંહ,
દાણીલીમડાઃ પરમાર શૈલેશ મનુભાઈ, વાંકાનેરઃ પીરઝાદા મહમદજાવિદ અબ્દુલમુતાલિબ, રાજકોટ - પૂર્વઃ રાજગુરુ ઇન્દ્રનીલ સંજયભાઈ, જસદણઃ ગોહેલ ભોલાભાઈ ભીખાભાઈ, જામનગર- ગ્રામ્યઃ પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ, જામનગર - ઉતરઃ જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા, ખંભાળિયાઃ આહીર મેરામણ, માણાવદરઃ ચાવડા જવાહરભાઈ પેથલજીભાઈ, વિસાવદરઃ રીબડીયા હર્ષદકુમાર માધવજીભાઈ, માંગરોલઃ વજા બાબુભાઇ
ખેડબ્રહ્માઃ કોટવાલ અશ્વિન, ભિલોડાઃ જોશીયારા અનીલ, મોડાસાઃ ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ, બાયડઃ વાઘેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ, પ્રાંતિજઃ બારીયા મહેન્દ્રસિંહ કચારસિંહ, દહેગામઃ રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહ, માણસાઃ ચોધરી અમીતભાઈ હરિસિંગભાઈ, કલોલઃ ઠાકોર બલદેવજી ચંદુજી, વિરમગામઃ પટેલ તેજશ્રીબેન દિલિપકુમાર, સાણંદઃ પટેલ કરમશીભાઈ વીરજીભાઈ
અબડાસાઃ શક્તિસિંહ ગોહિલ, ધાનેરાઃ પટેલ જોઈતાભાઈ કસ્નાભાઈ, દાંતાઃ ખરાડી કાન્તિભાઈ કલાભાઈ, વડગામઃ વાઘેલા મણીલાલ જેઠાલાલ, પાલનપુરઃ પટેલ મહેશકુમાર અમૃતલાલ, ડીસાઃ રબારી ગૉવાભાઈ હમીરાભાઈ, કાંકરેજઃ ખાનપુરા ધારશીભાઈ લાખાભાઈ, સિદ્ધપુરઃ રાજપૂત બળવંતસિંહ ચંદનસિંહ, કડીઃ ચાવડા રમેશભાઈ મગનભાઈ, વિજાપુરઃ પટેલ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ
દિલ્હીમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ પાછા ફરેલા ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ તેના તમામ 57 વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપશે. આ જાહેરાતના કારણે કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે કોંગ્રેસના ક્યા નેતાઓની ટિકીટ અત્યારથી પાકી થઈ ગઈ છે તેની વિગતો જાણીએ.
માંડવીઃ આનંદભાઈ ચૌધરી, વ્યારાઃ ગામીત પુનાભાઈ ધેદાભાઈ, ડાંગઃ ગાવિત મંગલભાઈ ગાંગજીભાઈ, વાંસદાઃ ચૌધરી છનાભાઈ કોળુભાઈ, ધરમપુરઃ પટેલ ઈશ્વરભાઈ ધેદાભાઈ, કપરાડાઃ ચૌધરી જીતુભાઈ હરજીભાઈ, છોટાઉદેપુરઃ મોહનસિંહ રાઠવા
- - - - - - - - - Advertisement - - - - - - - - -