ભાજપના ક્યા બે નેતાને ખેંચી લાવીને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવશે ? જાણો વિગત
ભાજપથી છેડો ફાડીને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડનારા બિમલ શાહ અને નિષ્ક્રિય થઈ જનારા લાલજીભાઇ પટેલ કોંગ્રેસના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ બિમલ શાહને ખેડા અને લાલજી પટેલને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો જીતે તેવા ઉમેદવારોને પોતાની તરફ ખેંચવા સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે પણ આ તડજોડ શરૂ કરી છે અને ભાજપથી નારાજ થઈને છેડો ફાડનારા બે નેતાઓને પક્ષમાં સમાવીને લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી છે.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય તરીકે ચાલુ હોવા છતાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નહી લડનારા લાલજી પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસી આગેવાનો તેમને કોંગ્રેસ તરફ ખેંચવા સક્રિય છે. જો બધુ સમુસુતરૂ ગોઠવાય તે તેઓ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પણ લડી શકે છે.
છેલ્લી વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝૂકાવીને 45000 મતો લઇ જનાર બિમલભાઇ શાહનો કોંગ્રેસ તરફ ઢળ્યા છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનું મનાય છે. સંભવત ખેડા બેઠક પર ટિકિટ મળે તો તેઓ લડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -