આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 11 ઉમેદવારો કોણ છે? જાણો તેમના વિશે
છોટા ઉદેપુર વિધાનસભા - રાજેશભાઈ ભૂત: આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જન્મેલા ૪૪ વર્ષીય અર્જુન રાઠવાએ યુ.કેથી એમ.એ નો અભ્યાસ કર્યા છે આ સાથે તેમણે એમ.ફીલની ડીગ્રી મેળવી છે. શરૂઆતથી જ આદિવાસીઓના ઉત્થાન માટે સમાજસેવાના કાર્યો કરવા ઈચ્છુક એકેડેમીશ્યન અર્જુન રાઠવા વિદેશમાં મળતી સારી નોકરીઓ ઠુકરાવી પોતાના વતન છોટા ઉદેપુરમાં વસ્યા હતા અને છેલ્લા ૧૭ વર્ષ થી આદિવાસીયો ના પ્રશ્ને કાર્યરત છે. જ્યાં પાવી જેતપુર આર્ટસ કોલેજમાં તેવો લાંબા સમયથી અંગ્રેજીના પ્રોફેસર છે. આ સાથે તેઓ ૨ વર્ષ માટે ગુજરાત રાજ્ય આદિવાસી કોલેજ અને યુનીવર્સીટી અધ્યાપક મંડળના પ્રમુખ તરીકે પણ ચુંટાઈ ચુક્યા છે. તથા તેમણે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ૨૦૧૪ માં છોટા ઉદેપુર લોકસભા ની ચૂંટણી લડી છે. હાલ તેઓ આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ તેમજ આદિવાસી મોરચા ના પ્રમુખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ પશ્ચિમ - રાજેશભાઈ ભૂત: રાજેશભાઈ ભૂત ૩૬ વર્ષના યુવા વેપારી છે સરકારની જીએસટી તથા નોટબંધી જેવી વેપારી વિરોધી નિતીઓનો ભોગ બનેલ છે રાજેશભાઈએ રાજકોટ ખાતે અનેક વેપારીઓ સાથે મળીને ભૂતકાળમાં વેપારીઓ નાં આંદોલન કરેલ છે તથા આગળ ના સમય માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયને રાજકોટ માં વેપારીઓ સામે ચાલતી ગુંડા ગંર્દી નેં દુર કરવા માંગે છે તેમણે નાની ઉંમરે પશ્ર્ચિમ વિસ્તારમાં લોકસેવાના અનેક કાર્યો કર્યા છે.
પાદરા વિધાનસભા - રાજેન્દ્રભાઈ પટેલ : રાજેન્દ્રભાઈ પટેલ પાદરા વિધાનસભા ના સેવાસી ગામ માં સતત બે વખત સરપંચ ચૂંટાયા છે. તથા સેવાસી દૂધ ઉત્પાદન મંડળી માં બે વખત પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને ૩ વખત સેવાસી વિકાસ મંડળી ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સેવાસી નો વિકાસ કાર્ય બાદ હવે તેઓ પાદરા વિધાનસભા માં સેવા આપવા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી માં જંપલાવી રહ્યા છે.
કામરેજ વિધાનસભા - રામ ઘડુક: આગેવાન એવાં રામ ઘડુક એન્જીનીયર ની પદવી ધરાવેછે ૩૪વર્ષીય રામભાઇ પાટીદાર સમાજ માં નાનપણથી જ સેવાનાં કાર્ય માં કાર્યરત્ છે પાટીદાર અનામત આંદોલનમાં ખુબ જ સક્રીય ભાગ ભગવી સુકવેલા છે સરદાર પટેલ યુવા સંગઠન અને જય જવાન નાગરિક સમિતિ જેવા સંગઠન માં લાંબા સમયથી સક્રિય છે સેલા ડોઢ વર્ષ થી કામરેજ વિધાનસભા માં જનહિત પ્રક્ષોપર અલગ અલગ લડાઈ લડી શુક્યા છે પોતાના સમાજ જોડે થયેલ અન્યાય નો બદલો લેવા અને રાજકીય પરિવર્તન માં યુવાન તરીકે ભાગીદાર બનવા આ વખતે કામરેજ વિધાનસભા માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષોમાં ગરમાવો વધતો જાય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દાણીલીમડા, બાપુનગર, ઊંઝા, રાજકોટ વેસ્ટ, છોટાઉદેપુર, ગોંડલ, લાઢી, પાદરા, કરજણ અને પારડીમાંથી ઉમેદવારોની પસંદગી કરીને ટીકિટ આપવાનું નક્કી કરી લીધું છે. જ્યારે થોડા દિવસ બાદ બાકીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. તો આપણે એક નજર કરીએ કે આ ઉમેદવારો કોણ છે.
ગોંડલ વિધાનસભા - નીમીશાબેન ખુંટ: ૩૮ વર્ષીય યુવા મહિલા આગેવાન નીમીશાબેન ખુંટ BSc તથા LLB ની ડિગ્રી ધરાવે છે. મહિલા થઇ ને તેમના વિસ્તાર ગોંડલ માં પ્રવર્તતી ગુંડાગર્દી સામે લાંબા સમય થી લડત ચલાવે છે. મહિલા વિકાસ,શિક્ષણ અને રક્તદાન શિબિર ની અનેક સામાજિક સંથાઓ સાથે પોતે જોડાયેલા છે. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ના ગુજરાત ખાતેના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. સામાજિક સેવા ના ક્ષેત્ર માં ૬ રાષ્ટ્રીય અને ૧ આંતરરાષ્ટ્રીય એવાર્ડ થી સન્માનિત છે.
ઉંઝા વિધાનસભા - રમેશભાઈ પટેલ: રમેશભાઈ પટેલ પોતે ખેડૂત છે અને ઘણા વર્ષો થી ખેડૂતો માટે ની લડત લડતા રહ્યા છે. તેઓ ઉંઝા નાગરિક સહકારી બેંક માં પ્રેસિડેન્ટ,MD,સચિવ તેમજ અન્ય પદો પર ચૂંટાઈ ને સેવા બજાવી ચુક્યા છે. દિલ્લી ગુજરાતી શૈક્ષણિક સોસાયટી સાથે જોડાઈને ગ્રામીણ ક્ષેત્રો માં શૈક્ષણિક સુધારાઓ માટે કાર્યરત છે. ભૂતકાળ માં પાર્ટી ના આગેવાન તરીકે ઉંઝા માં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચાર સામે અનેક વખત અવાજ ઉઠાવી ચુક્યા છે.
દાણીલીમડા વિધાનસભા - જે. જે. મેવાડા: દલિત આગેવાન જે. જે. મેવાડા નિવૃત્ત ડેપ્યુટી SP છે. જેઓ ૩૩ વર્ષ પોલીસ વિભાગ માં અલગ અલગ પદ ઉપર ઈમાનદાર અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન દારૂબંધી અને ગુંડાગર્દી સામે તેમને અભિયાન ચલાવ્યું છે. તેમને BA સાથે LLB નો અભ્યાસ કરેલો છે. નિવૃત્ત થયા બાદ પોતાના દલિત સમાજ ના બાળકો ના ભણતર માટે અને ગરીબોના ઉત્થાન માટે NGO દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. તેઓ અમદાવાદ પશ્ચિમ લોકસભા માં ૨૦૧૪ માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુક્યા છે. બોહળો પ્રશાસનિક અનુભવ ધરાવતા જે. જે. મેવાડા હવે ગુજરાત માં રાજનીતિક પરિવર્તન લાવવા ઈચ્છુક છે.
બાપુનગર વિધાનસભા - અનીલ વર્મા: અનીલ વર્મા MA તથા M.Phil ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. બાપુનગર વિસ્તાર ની પ્રતિષ્ટિત જીવનસાધન સ્કુલ નું સંચાલન કરે છે. બાપુનગર વિધાનસભા ના પ્રશ્નો માટે નાની વાય થી જ કાર્યરત રહ્યા છે અને તે હેતુ થી તેઓ જીવનસાધન NGO માં ડીરેક્ટર તરીકે કાર્યરત છે. કોમી એકતા અને અખંડીતતા માટે કાર્યરત અનીલ ભાઈ બાપુનગર શાંતિ સમિતિ ના પણ સદસ્ય છે.
કરજણ વિધાનસભા - હનીફ ઈસ્માઈલ જમાદાર: લઘુમતી સમાજ ના આગેવાન હનીફ ઈસ્માઈલ જમાદાર લઘુમતી કોમ વડોદરા ના પ્રમુખ રહ્યા છે. તેઓ પોતે આર્ટ construction નો વેપાર કરે છે તેમજ ખેડૂત પણ છે. પોતાના સમાજ ના વિષયો પર સ્થાનિક ક્ષેત્રે તેઓ લાંબા સમય થી કાર્યરત રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ તેઓ પોતાની વિધાનસભા ના લોકો ને વિકાસ ની મુખ્ય ધારા સાથે જોડવા પ્રયત્નશીલ રહેશે.
પારડી વિધાનસભા - ડૉ. રાજીવ પાંડે: યુવા એકેડમીશિયન ડૉ. રાજીવ પાંડે હ્યુમન રિસોર્સ માં PHD ડિગ્રી ધરાવે છે. તેઓ સંવેદના હોસ્પિટલ ના ડીરેક્ટર છે. તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે મફત મેડીકલ કેમ્પો યોજી પ્રજાલક્ષી અનેક કામો કરી ચુક્યા છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાત ની કથળેલી હાલત જોઈ તેઓ રાજનીતિ માં પ્રવેશ્યા છે. દીલ્લી સરકારે મેડીકલ ક્ષેત્રે કરેલી ક્રાંતિ ને ગુજરાત માં પણ લઇ જવા ઈચ્છુક છે.
લાઠી વિધાનસભા - M D માંજરીયા: શ્રી M D માંજરીયા નિવૃત્ત ડેપ્યુટી રેવેન્યુ કલેકટર છે. તેમણે BA નો અભ્યાસ કર્યો છે. પોતાના કાઠી ક્ષત્રિય સમાજ ના સંગઠન માં ૬ વર્ષ માટે સચિવ તરીકે તેઓ ફરજ બજાવી ચુક્યા છે. છેલ્લા ૨૩ વર્ષ થી તેઓ રાજકોટ હોઉંસિંગ સોસાયટી ના પ્રેસિડેન્ટ રહ્યા છે. ઉચ્ચ કક્ષા ની સરકારી નોકરી કરી હોવાથી તેઓ બોહળો પ્રશાસનિક અનુભવ ધરાવે છે. પ્રશાસન માં રહી લોકો ની સેવા કાર્ય બાદ હવે તેઓ રાજનીતિ માં જંપલાવી સરકાર માં રહેલો ભ્રષ્ટાચાર તથા ગેર વહીવટ દૂર કરી લોકો ની સેવા કરવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -