ગુજરાત ચૂંટણી: આમ આદમી પાર્ટીએ 11 નામ જાહેર કર્યા, જાણો કોને કોને મળી ટીકિટ
પારડીથી રાજીવ પાંડે જ્યારે કામરેજથી રામ ધડૂકને ટીકિટ ફાળવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરજણથી હનીફ જમાદારને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે.
અમદાવાદ: જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષોમાં ગરમાવો વધતો જાય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દાણીલીમડા, બાપુનગર, ઊંઝા, રાજકોટ વેસ્ટ, છોટાઉદેપુર, ગોંડલ, લાઢી, પાદરા, કરજણ અને પારડીમાંથી ઉમેદવારોની પસંદગી કરીને ટીકિટ આપવાનું નક્કી કરી લીધું છે. જ્યારે થોડા દિવસ બાદ બાકીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે જે આગામી ચૂંટણીમાં ચૂંટણી લડશે.
ગોંડલથી નીમિશા ખૂંટને આપમાં ચૂંટણી લડશે. પાદરાથી રાજેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી છે.
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી લાઢીથી એમ ડી માંઝારીયા ચૂંટણી લડશે.
છોટાઉદેપુરથી અર્જુન રાઠવાને આમ આદમી પાર્ટીમાં ટીકિટ ફાળવવામાં આવી છે.
ઊંઝાથી રમેશ પટેલ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. રાજકોટ વેસ્ટથી રાજેશ ભૂત ચૂંટણી લડશે.
વિધાનસભાની ચૂંટણી જેજે મેવાડા દાણીલીમડાથી લડશે. બાપુનગરથી અનિલ વર્મા વિધાનસભાની ચૂંટણી લડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -