✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના ફિક્સ પગારદારો ક્યારથી થશે કાયમી? સરકારે સુપ્રીમમાં શું કરી રજૂઆત? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2016 09:58 AM (IST)
1

સુપ્રીમે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે હુકમ કર્યો ત્યારથી વિચારણા કરો છો, તો આ અંગેની નીતિ ઘડીને અમલમાં મૂકવાની તારીખ આપો. બીજી તરફ અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, એક હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીને પ્રમોશન મળે તો પ્રમોશન થયેલી જગ્યા ઉપર નવેસરથી પાચં વર્ષ સુધી ફિક્સ પગારે કામ કરવું પડે છે. જેના કારણે એક વ્યકિતને ૧૫ વર્ષ સુધી ફિકસ પગારે કામ કરવું પડે છે.

2

આ દલીલ સામે ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી ગુજરાત સરકારને કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.સુપ્રીમે કહ્યું હતું કે, ફિક્સ પગારધારકો કોઇ વધારાના હોદ્દા પર કામ નથી કરતા. સરકારે મંજૂર કરેલી જગ્યા પર જ નોકરી કરે છે, તો બોજો શેનો પડે ?

3

અંતે સરકાર પાસે દલીલ કરવા કોઇ મુદ્દો ન રહેતા એવી દલીલ કરી હતી કે, રાજસ્થાન હાઇકોર્ટનો આ પ્રકારનો કેસ સુપ્રીમકોર્ટમાં પડતર છે તેની સાથે ચલાવવા દાદ માગી હતી. હવે આ કેસની વધુ સુનાવણી નાતાલના વેકેશન બાદ જાન્યુઆરીમાં હાથ ધરાશે.

4

સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને કાયમી કરવા અંગે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી હતી અને તેમને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરાય તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે.

5

સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, અન્યાયકારી નીતિને બદલો નહીં તો કોર્ટ હુકમ કરશે તો ફરજિયાત ચુકવણુ કરવું પડશે. કોર્ટના આકરા વલણ પછી સરકારે એવી દલીલ કરી હતી કે સરકાર જાન્યુઆરીથી કાયમી કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે કોર્ટે એવી ટકોર કરી હતી કે, કેટલા વર્ષોથી વિચારણા કરો છો ?

6

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ફિક્સ પગારદારો કાયમી કરવાની માગણી કરી રહ્યા છે, ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સપગારદારોએ કાયમી કરવાની માગણી સાથે સરકારની નીતિ સામે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી ગઈ કાલે મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં સરકારે આ અંગે રજૂઆત કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના ફિક્સ પગારદારો ક્યારથી થશે કાયમી? સરકારે સુપ્રીમમાં શું કરી રજૂઆત? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.