બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહ છે અમદાવાદ કોર્પોરેશનનો દેવાદાર, સાત વર્ષથી નથી ભર્યો ટેક્સ
અમદાવાદઃ કરોડો રૂપિયાનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં આવ્યા છે. પહેલા કાળું નાણું જાહેર કર્યું અને પછી આ નાણું પોતાનું ન હોવાનું કહીને મીડિયામાં અત્યારે હોટ ટોપિક બનેલા મહેશ શાહ અંગે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યારે મહેશ શાહે અમદાવાદ કોર્પોરેશનનો સાત વર્ષથી ટેક્સ ન ભર્યો હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે જોવાનું એ રહેશે કે, કરોડોનું કાળું નાણું જાહેર કરીને લાઇમ લાઇટમાં આવેલા અને પછી આ રૂપિયા ન હોવાનુ જણાવીને કોડીના બની ગયેલા મહેશ શાહ કોના નામોનો ખુલાસો કરે છે. આઇટી વિભાગ છેલ્લા બે દિવસથી તેમની પૂછપરછ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી આ અંગેની કોઈ વિગત બહાર આવી નથી.
એટલું જ નહીં, મહેશ શાહ કાળું નાણું જાહેર કર્યા પછી પહેલો હપ્તો ભરી શક્યા નહોતા અને આ પછી તેઓ ગાયબ થઈ ગયા હતા. તેમજ બે દિવસની દોડધામ પછી મીડિયા સામે હાજર થયેલા મહેશ શાહે આ નાણું પોતાનું ન હોવાનું કહ્યું હતું. ત્યારે તેમણે બીજા લોકો સાથે ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના એક વેપારીએ તેમને 2005માં દસ લાખ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે આ અંગે કોર્ટમાં અરજી પણ કરેલી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મહેશ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવાદાર છે. એએમસીના ચોપડે તેઓ રૂ. 28797ના દેવાદાર હોવાનું જાણવા મળ્યું છે. તેમણે છેલ્લા બે વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને સાત વર્ષનો પ્રોફેશનલ ટેક્સ ન ભર્યો હોવાની વિગતો બહાર આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -