અલ્પેશ કથીરિયાને મામલે સરકાર પાટીદારોની મોટી 6 સંસ્થાઓને પણ ઘોળીને પી ગઈ છે? શું ચાલી રહી છે ચર્ચા?
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર (પાસ) અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં જેલમાં છે ત્યારે આજે સોમવારે કથીરિયાની જામીન અરજીની સુનાવણી છે. કથીરિયાની મુક્તિ માટે પાટીદારો એક થઈને મચી પડ્યા છે ત્યારે કથીરિયાને જામીન મળે તેવી શક્યતા ઓછી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકથીરિયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એફિડેવિટ કરી છે. તેમાં ભારપૂર્વક એવી રજૂઆત કરાઈ છે કે, કથીરિયાને જામીન ના અપાય. તપાસનીશ અધિકારી જે.એસ.ગેડમે કોર્ટમાં એફિડેવીટ કરીને દાવો કર્યો કે, અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા જોઈએ.
કથીરિયાની મુક્તિના મામલે સરકાર પાટીદારોની મોટી છ ધાર્મિક સંસ્થાઓને પણ ઘોળીને પી ગઈ છે તેવી ચર્ચા પાટીદારોમાં ચાલી રહી છે. આ સંજોગોમાં પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સરકાર સામે બુલંદ અવાજ કરીને મેદાનમાં આવવું જોઈએ તેવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે.
હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા તેમાં કથીરિયાની મુક્તિનો મુદ્દો હતો. સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલે પણ આ મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં સરકાર કથીરિયાને જામીન આપવા માગતી નથી. તેનો અર્થ એ થયો કે તે પાટીદાર અગ્રણીઓ અને આંદોલનકારીઓને ગણકારતી નથી.
આ ઉપરાંત એવી રજૂઆત પણ કરાઈ છે કે, કથીરિયાને જામીન અપાયા તો સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે તેમ છે અને ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર નહીં રહે. ગુજરાતની મોટી છ પાટીદાર સંસ્થાઓના આગેવાનો કથીરિયાની મુક્તિની માગ કરી રહ્યા છે ત્યારે સરકારનું આ વલણ પાટીદારો માટે આંચકાજનક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -