હાઈકોર્ટમાં સરકારનું નિવેદન, 'હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવો જરૂરી'
અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર સુનાવણી થઈ હતી. સરકાર તરફથી સરકારી વકીલે નિવેદન આપ્યું હતું કે, હાલ હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. તેને હોસ્પિટલાઇઝ કરવો જરૂરી છે. નોંધનીય છે કે, હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે તેને નજર કેદ કરાયાની સ્થિતિ અને પોલીસની પાબંદી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, તેના પર સુનાવણી થઈ હતી.
બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈને રોક્યા નથી, પૂછપરછ કરાય છે. ગુજરાતની શાંતિ ડહોળાઈ એવી ઘટનાઓ ફરી ન બને એટલે પોલીસ ફોર્સ ડેપ્લોય કરી છે. એકવાર રાજ્યની શાંતિ ડહોળવાઈ છે. ફરી લોકો હેરાન થાય એવુ ફરી નથી ઈચ્છતા. કોઈને રેસ્ટ્રેન નથી કરતાં. હાર્દિકને હોસ્પિટલાઈઝ કરવાની જરૂર છે. કોર્ટે સરકારને કહ્યું કે, મૌખિક રજુઆતો કરવાને બદલે તમામ વાતો સોગંદનામા પર મુકો. હવે આ અરજી પર ચાર સપ્ટેમ્બરે સુનાવણી થશે.
જસ્ટીસ એ.કે. કોગ્ઝેની બેંચ સમક્ષ થઈ રહેલી સુનાવણી દરમિયાન પાસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, લોકોને રોકવામાં આવી રહ્યા છે. પોલીસે ખોટી રીતે હેરાન કરી રહી છે. આપણે કયા દેશમાં જીવી રહ્યા છીએ, આઝાદ દેશમાં આવુ ન ચલાવી લેવાય. પોલીસનો મિસ યુઝ થઈ રહ્યો છે.