સરદારપુરા કેસઃ મહેસાણા કોર્ટે નિર્દોષ છોડેલા 17ને હાઈકોર્ટે ફટકારી આજીવન કેદ, જાણો કોણ છે આ દોષિતો ?
દોષિત સાબિત થયેલા પટેલ ચતુરભાઇ વિઠ્ઠલભાઇ પટેલ કચરાભાઇ ત્રિભોવનદાસ પટેલ સુરેશભાઇ રણછોડભાઇ પટેલ તુલસીભાઇ ગીરધરભાઇ પટેલ રાજેશભાઇ કરશનભાઇ પટેલ રમેશભાઇ કાંતિભાઇ પટેલ માધાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ વિષ્ણુભાઇ પ્રહલાદભાઇ પટેલ રાજેન્દ્રકુમાર પણજીભાઇ પટેલ પ્રહલાદભાઇ જગાભાઇ પટેલ રમેશભાઇ રામાભાઇ પટેલ પુરુષોતમ મોહનભાઇ પટેલ અશ્વિનભાઇ જગાભાઇ પટેલ અંબાલાલ મગનભાઇ પટેલ જયંતિભાઇ અંબાલાલ પટેલ ડાહ્યાભાઇ કચરાભાઇ પટેલ મથુરભાઇ ત્રિકમદાસ
અમદાવાદઃ વર્ષ 2002ના કોમી તોફાનો સમયે મહેસાણાના સરદારપુરામાં થયેલા હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટે આજે 17 આરોપીને દોષિત ઠેરવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 17 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ મહેસાણાની ખાસ કોર્ટે 31 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. વર્ષ 2011માં ખાસ અદાલતે સરદારપુરા હત્યાકાંડ કેસમાં કુલ 73 આરોપીઓમાંથી 31 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારેલી છે, જ્યારે 42 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.
નિર્દોષ છૂટનારા પટેલ રમેશભાઇ કાનજીભાઇ, પટેલ જયંતિભાઇ મંગળભાઇ, પટેલ અમૃતભાઇ સોમાભાઇ, પટેલ જગાભાઇ દવાભાઇ, પટેલ મંગળભાઇ મથુરભાઇ, પટેલ ભીખાભાઇ જોઇતાભાઇ, પટેલ મથુરભાઇ રામાભાઇ, પટેલ રમણભાઇ જીવણભાઇ, પટેલ કનુભાઇ જોઇતારામ, પટેલ રમેશભાઇ પ્રભાભાઇ, પ્રજાપતિ રમણભાઇ ગણેશભાઇ, પટેલ કાળાભાઇ ભીખાભાઇ, પટેલ ડાહ્યાભાઇ વનાભાઇ, પટેલ સુરેશકુમાર બળદેવભાઇ