અમદાવાદમાં લાગ્યા એક જાણિતી અભિનેત્રી વૉન્ટેડ હોવાનાં પોસ્ટર?, જાણો કોણ છે આ અભિનેત્રી
અમદાવાદઃ શહેરમાં એક વૉન્ટેડ મહિલાના પોસ્ટર લાગ્યા છે. તે મહિલા પર અપહરણ અને હત્યાનો આરોપ છે. દુર્ગારાની સિંહ નામની 36 વર્ષીય મહિલાને ફરાર દર્શાવવામાં આવી છે. આ મહિલાની શોધ એટલી બધી આવશ્યક છે કે, તેના ફોટો અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યા પર લગાવવામાં આવ્યા છે.
જો કે આ વોન્ટેડ મહિલા બીજુ કોઇ નહી પણ બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન છે. વિદ્યાની નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે 'કહાની-2' આ ફિલ્મનું પ્રમોશન અમદાવાદમાં આ પ્રકારે પોસ્ટર લગાવી કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના પોસ્ટર લોકોમાં કૂતુહલનું કારણ બન્યું છે.
વિદ્યા ફિલ્મમાં વૉન્ટેડ આરોપી છે. વિદ્યા બાલનની ચાર વર્ષ પહેલા 2012 માં આવેલી 'કહાની' ફિલ્મમાં જોરદાર અભિનય કર્યો હતો. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, દુર્ગા રાની સિંહ ખૂન અને અપહરણ માટે વૉન્ટેડ છે અમારા સૂત્રો અનુસાર મહિલાને આ શહેરમાં દેખાઇ છે.. જો તમારામાથી કોઇ તેને જોઇ હોય કે દેખાય તો સંપર્ક કરવો