પત્નીને મુખમૈથુન માટે મજબૂર કરવાનું કામ રેપ કહેવાય કે નહીં? ગુજરાત હાઈકોર્ટ કરશે નક્કી
આ મામલે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આનાથી વૈવાહિક સંસ્થા પર ખતરો ઉભો થઈ શકે છે અને એનો ઉપયોગ પતિઓને હેરાન કરવા માટે થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના સામે એક એવો પારિવારીક વિવાદ પહોંચ્યો છે જેના દૂરાગામી પરિણામ આવી શકે છે. ગુજરાત હાઇકોર્ટ વિચાર કરશે કે કોઈ પતિ પોતાની પત્નીને મુખમૈથુન એટલે કે ઓરલ સેક્સ માટે દબાણ કરે તો શું એને ગુદા મૈથુન, બળાત્કાર કે વૈવાહિક ક્રુરતા જેવો ગુનો ગણી શકાય કે નહીં? આ મામલે પતિ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે કે કેમ? ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પર્દીવાળા આવી એક અરજી પર સુનાવણી કરશે.
આ વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો કે 18 વર્ષથી નાની વયની પત્ની સાથેનો શારીરિક સંબંધ રેપ ગણાશે. આ સિવાય કોર્ટમાં વૈવાહિક બળાત્કારના મામલાઓ પણ આવી ચૂક્યા છે.
આવા જ એક મામલામાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે પતિ દ્વારા પત્ની પર આચરવામાં આવતા બળાત્કારના મામલાઓ વિશે અભિપ્રાય માંગ્યો હતો.
યાચિકાકર્તાનો દાવો છે કે તે પરિણીત છે અને એટલે મુખમૈથુનને બળાત્કાર ન ગણી શકાય. ન્યાયધિશ પર્દીવાલાએ લગ્નજીવનમાં રેપને એક શરમજનક અપરાધ ગણાવ્યો છે.
ગઈ કાલે આ મામલે થયેલી સુનાવણીમાં કોર્ટે સરકારી વકીલ પાસે આ મામલે લાગુ થનારી ભારતીય દંડ સંહિતાની જાણકારી માગી હતી. હાઇકોર્ટે યાચિકાકર્તાની પત્નીને નોટિસ મોકલવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -