USની પ્રેમિકા યુવતીની ફરિયાદ રદ કરવા અફઘાન યુવકની હાઈકોર્ટમાં અરજી, શું આવ્યો ચુકાદો?
અમદાવાદઃ યુએસએથી ભારતમાં ભણવા આવેલી વિદ્યાર્થિનીએ કરેલી છેડતીની ફરિયાદ રદ કરવા માટે અફઘાનિસ્તાનના યુવકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્સ પૂરો કરીને બંનેને પોતપોતાના દેશમાં પાછા જવાનું હોવાથી યુવકે ફરિયાદ રદ કરવા કરેલી અરજીને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગર્લ્સ હોસ્ટેલમાં રહી વેટરનરી કોલેજમાં ભણતી એનઆરઆઈ વિદ્યાર્થિનીને તેની કોલેજના જ અફઘાન વિદ્યાર્થીએ મોબાઈલ ફોન પર સેક્સની માંગણી કરી અશ્લીલ વિડિયો તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે એસિડ નાંખી ચહેરો કદરૂપો કરી દેવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ આણંદની અને છેલ્લાં કેટલાંય વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલી 24 વર્ષીય વિદ્યાર્થિની છેલ્લાં 5 વર્ષથી આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. દરમિયાન હોસ્ટેલમાં તેની મુલાકાત અફઘાનિસ્તાનના કાબુલના અબુઝર મોહમ્મદ હુસૈન રોશન સાથે થઈ હતી. મુલાકાત મિત્રતામાં પરિણમી હતી. બંને વચ્ચે મોબાઈલ ફોન નંબરની આપ-લે થઈ હતી.
આ મામલે યુવતી દ્વારા કોલેજમાં રજૂઆત કરાઇ હતી છતાં યુવક દ્વારા સતત હેરાનગતિ ચાલુ રહી હતી. એ પછી યુવતીએ યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના કારણે પોલીસે તેને પકડીને અંદર કરી દીધો હતો. આ પછી જામીન પર છૂટેલા યુવકે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરતાં આ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
થોડો સમય બંને વચ્ચે મિત્રતા રહ્યા બાદ મનમેળ ન રહેતા યુવતીએ મિત્રતા તોડી નાંખી હતી. બીજી તરફ, અફઘાની યુવકે ફોન કરી બિભત્સ માંગણી કરવા માંડતાં યુવતી ત્રાહિમામ પોકારી ગઈ હતી. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. એ પછી યુવકે યુવતીના મિત્રના મોબાઈલ ફોન પર ફોન તેમજ મેસેજ કર્યા હતા. તેણે તેની પાસે રહેલા અશ્લીલ વીડિયો તેમજ ફોટા તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -