અમદાવાદની યુવતી સાથે નડિયાદના યુવકે બાંધ્યા સેક્સ સંબંધ, કર્યા મૈત્રી કરાર, પત્નીની જેમ રાખી પછી શું કર્યું ? જાણો વિગત
અમદાવાદની અનિતા(નામ બદલેલ છે) નામની યુવતી હૈદરાબાદમાં નર્સિંગનો કોર્ષ કરતી હતી. ત્યાં એક બહેનપણી દ્વારા નડિયાદના રવિ મેકવાન સાથે ઓળખાણ થઇ હતી. રવિ અને મોનિકા ફેસબુક અને ફોન દ્વારા એકબીજાની નજીક આવ્યા હતાં. ત્યારે રવિએ મોનિકાને કહેલું કે તે એન્જીનીયર છે. અને સારી આવક ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિતા પિયરમાં નર્સિગનો કોર્ષ કરતી હતી. રવિએ યેનકેન પ્રકારે અનિતાને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. આથી અનિતાએ એડવોકેટ શહેનાઝ સૈયદ મારફતે મેટ્રો કોર્ટમાં ગત તા 9 ઓકટોમ્બર 2014માં રવિ સહિત તેના પરિવારના 7 સભ્યો સામે કેસ કર્યો હતો. જે કેસમાં મેટ્રો કોર્ટ ઉપરોકત હુકમ કર્યો હતો.
રવિ લગ્ન કરવા માટે પુખ્તવયનો થયો હોવા છતાં લગ્ન કરતો નહોતો. અને અનિતાને જાતિવાચક અપશબ્દો બોલીને તથા મારીને શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો. ત્યાર બાદ રવિ અને અનિતા વચ્ચે ખટરાગ શરૂ થતાં માનસિક અને શારિરીક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આથી અનિતા ત્રાસીને પીયરમાં આવી ગઇ હતી
અનિતા રવિથી પ્રભાવિત થઈ હતી અને બન્ને જણાએ લગ્ન કરવાનું નકકી કરતાં અનિતા હૈદરાબાદથી અમદાવાદ આવી ગઇ હતી. પોતાના ઘરેથી શૈક્ષણિક સર્ટિફિકેટ સહિતના મહત્વના દસ્તાવેજો લઇને રવિ સાથે ભાગી ગઇ હતી. એ સમયે રવિએ મોનિકાને કહેલું કે તેને લગ્ન કરવા માટે 1 વર્ષ ખૂટે છે.
અમદાવાદઃ અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપી સેક્સ સંબંધ બાંધનારા તથા મૈત્રીકરાર કરી પત્ની જેમ રાખતા નડિયાદના યુવકને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. આર. પટેલે રૂપિયા1 લાખ વળતર અને મહિને 3000 રૂપિયા ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો છે. યુવક યુવતીને પરેશાન કરતો હતો તેથી કોર્ટે આ આદેશ આપ્યો છે.
જો કે તેણે અનિતા સાથે રહેવાની તૈયારી બતાવતાં તેમણે જાન્યુઆરી 2013માં મૈત્રી કરાર કર્યા હતાં. મૈત્રી કરાર કર્યા બાદ રવિ અને અનિતા નડિયાદ પાસેના ભુમેલ ગામમાં સંયુકત પરિવારમાં રહેતા હતાં. રવિ અને અનિતા પતિ-પત્ની તરીકે રહેતા અને તેમના સંબંધો રવિના પરિવારે સ્વીકારી લીધા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -