ગુજરાતમાં રદ કરાયેલી લોકરક્ષક કોન્સ્ટેબલની પરીક્ષા હવે ફરી ક્યારે લેવાશે ? ભરતી બોર્ડના પ્રમુખે શું કહ્યું ?
આ વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષાની તૈયારી કરવી પડશે. આ પરીક્ષા ક્યારે લેવાશે તે સવાલ પણ પૂછાવા માંડ્યો છે ત્યારે એકાદ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થવા અને ઉમેદવારોએ હેરાનગતિનો સામનો કરવો પડતાં દુઃખ વ્યક્ત કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે અનેક જગ્યાએ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં ન આવતાં કેટલાંક સેન્ટરો પર ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પછી પરીક્ષા રદ થતાં આ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા અને તેમનામાં ભારે આક્રોશ હતો.
અમદાવાદ: ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતાં આજે પરીક્ષા રદ કરી દેવાની ફરજ પડી છે. પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે તેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.
તેમણે સાથે સાથે એ પણ ઉમેર્યું કે, આગામી એક મહિનામાં પરીક્ષા ફરી લેવાશે. અલબત્ત તેમણે ક્યારે પરીક્ષા લેવાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી તેના કારણે વિદ્યાર્થીઓમાં અવઢવ છે. ઘણા પરીક્ષાર્થીઓ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે ત્યારે તેમના માટે તો મોટી મુશ્કેલી સર્જાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -