ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યુઃ લોકરક્ષક દળની પરીક્ષા રદ, 9 લાખ ઉમેદવારો થયા પરેશાન, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી.
રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અઘણગડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના 29 શહેરોમાં 9 લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા.
અમદાવાદઃ ગુજરાત સરકાર માટે બનેલી વધુ એક શરમજનક ઘટનામાં રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રવિવારે લેવાઈ રહેલી લોકરક્ષકની 9,713 બેઠકો માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -