રાજ્યના ક્યા છ પોલીસ અધિકારીઓ સામે નિકળ્યાં સમન્સ, ક્યાં લોકોની ધોલાઈ કરેલી તેથી કોર્ટ બગડી?
ગત 27 જુલાઈએ મોડી રાતે સરદારનગર પીએસઆઇ ડી.કે.મોરી અને તેમના સ્ટાફના માણસો રેડ પાડવાના ઇરાદે છારાનગરમાં ગયા હતા. તે સમયે ત્યાં માથાકૂટ થતાં મોરીએ કંન્ટ્રોલરૂમ મેસેજ કરી પોલીસ ફોર્સ બોલાવી હતી. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 25થી વધુ પોલીસની ગાડીઓ છારાનગરમાં આવી પહોંચી હતી અને સ્થાનિક લોકોને ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ દમનનો ભોગ બનેલા એડવોકેટ મનોજ તંમચે મેટ્રો કોર્ટમાં જોઈન્ટ પોલીસ કમિશનર અશોક યાદવ, ડીસીપી શ્વેતા શ્રીમાળી, પીઆઈ આર. એન.વીરાણી, પીએસઆઇ ડી.કે.મોરી, જે.જે.ધિલ્લોન અને ડી.જી.પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ અને અનિલ કેલ્લાએ રજૂઆત કરી હતી કે, સરદારનગર પોલીસે રેડ પાડવાના બહાને છારાનગરમાં ઘુસી હતી.
અમદાવાદ: 27 જુલાઈએ અમદાવાદના છારાનગરમાં પોલીસે 3 એડવોકેટ સહિત સ્થાનિક લોકોને ઢોર માર મારવાના કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.એસ.સિદ્દીકીએ જોઈન્ટ પોલીસ કમિશનર અશોક યાદવ સહિતના પોલીસ અધિકારીઓને સમન્સ કાઢી 11 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. કોર્ટ પ્રમાણે, પોલીસે કાયદાથી વિપરીત ખોટા અધિકારોનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદ મુજબનો ગુનો કર્યાની પ્રથમ દર્શનીય હકીકત જણાઈ આવે છે.
પોલીસ અને સ્થાનિક વચ્ચે માથાકૂટ થતાં પીએસઆઈ મોરીએ પોલીસ ફોર્સ બોલાવી લીધી હતી. પોલીસે નિર્દોષ લોકોને માર મારી વાહનોની તોડફોડ કરી હતી. પોલીસે એડવોકેટ મનોજ તંમચે તેમી પત્ની અનિતાબેન અને પુત્રોને વગર વાંકે મારી મારી તેમના વાહનો તોડી નાંખ્યા હતાં. પોલીસના મારથી એડવોકેટને અને તેમના પત્ની હાથમાં ફેક્ચર પણ થયું હતું.
પોલીસે તેમની ખોટી રીતે ધરપકડ કરી ગેરકાયદે રીતે જેલમાં ગોંધી રાખી કાયદાથી વિપરીત ખોટા અધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ગુજારેલા અમાનુષી અત્યાચાર અંગેના સીસીટીવી ફુટેજ, મોબાઈલ વીડિયો, સીડી, પેન ડ્રાઈવ તેમજ મેડિકલ પુરાવા જોતાં આરોપીઓ સામે પ્રથમ દર્શનીય ગુનો બનતો હોઈ સમન્સ કાઢી કાનૂની કાર્યવાહી કરવી ન્યાયના હિતમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -