✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તહેવાર સમયે જ STનું સર્વર ઠપ, ઓનલાઇન ટિકિટ બૂકિંગમાં લોકોને મુશ્કેલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2017 03:19 PM (IST)
1

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈ કાલથી એસ.ટી.ના સર્વરમાં તકલીફ પડી રહી છે. જેને કારણે ટિકિટ બૂક થઈ શકતી નથી. એસટીના બૂકિંગ સેન્ટર પર પણ લોકો ટિકિટ બૂક કરાવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ત્યાં પણ સર્વર ચાલું-બંધ થતું હોવાથી તેમને ટિકિટ બૂક કરાવ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે.

2

અમદાવાદઃ સોમવારે રક્ષાબંધન છે અને શનિ-રવિની રજા આવતી હોવાથી લોકો શનિ-રવિ અને સોમવારની રજાનો લાભ લઈને વતન જઈ રહ્યા છે. ત્યારે લોકો મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સીટ મળી જાય તે માટે અગાઉથી ટિકિટ બુકિંગ કરાવી લેતા હોય છે. પરંતુ એસટીનું સર્વર બે દિવસથી ઠપ થઈ ગયું હોવાથી ઓનલાઇન બુકિંગમાં લોકોને તકલીફ પડી રહી છે.

3

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે લોકો બસમાં સીટ મળી રહે અને ભીડનો સામનો ન કરવો પડે તેથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે, પરંતુ એસટીની ઓનલાઇન એપ્લીકેશન અને વેબસાઇટ કામ કરતી ન હોવાથી ટિકિટ બૂક થતી નથી. આને કારણે લોકો તહેવાર સમયે જ એસ.ટી.નું સર્વર ઠપ થઈ જતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકો બૂકિંગ સેન્ટર પર પણ જાય છે, પરંતુ ત્યાં પણ સર્વરનો પ્રોબ્લેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • તહેવાર સમયે જ STનું સર્વર ઠપ, ઓનલાઇન ટિકિટ બૂકિંગમાં લોકોને મુશ્કેલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.