‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ની સિંગર કિંજલ દવે કોણ છે? જાણો વિગત
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. સંગીતની દુનિયામાં કિંજલ દવે 100થી વધુ આલ્બમ કરી ચૂકી છે. કિંજલ દવે હાલ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલાં જ આવેલું કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડી વાળી, વરરાજાની ગાડી’ ગીત ગુજરાતભરમાં જાણીતું બન્યું છે. જે આજે તમામ ગુજરાતીના મોઢે ગવાય છે.
પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાની તક મળી હતી. ગુજરાતભરમાં ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમ હિટ રહેતા કિંજલને પ્રોત્સાહન મળ્યું હતું.
ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારી અન્ય કલાકારો માટે ગીતો લખતા હતાં. સંગીતના માહોલ વચ્ચે ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ હતો.
ફક્ત 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર અવાજથી લાખો ચાહકોના દિલ જીતનાર કિંજલ દવે સાબરકાંઠાના પ્રાતિંજમાં કોલેજનો અભ્યાસ કરે છે. પ્રોગ્રામ સમયે જુદી જુદી રીતે લક્ઝુરિયસ કારમાં એન્ટ્રી કરે છે. જ્યારે કિંજલ દવે પાસે હાલ ઈનોવા કાર છે. પરિવારજનો કિંજલ દવેને લાડમાં કાનજી તરીકે બોલાવે છે. કિંજલનો નાનો ભાઈ આકાશ અભ્યાસ કરે છે.
ગુજરાતના પ્રખ્યાત મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કિંજલ દવે નામની સિંગર ધૂમ મચાવી રહી છે. ઉત્તર ગુજરાતના નાનકડાં ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયેલ કિંજલ દવે ગુજરાત સહિત વિદેશમાં પણ ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
અમદાવાદઃ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ના ગીતથી જાણીતી થયેલ કિંજલ દવેને અમદાવાદની કોમર્શિયલ કોર્ટે આ ગીત ન ગાવા માટે વચગાળાનો આદેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીતને લઈને કોપીરાઈટનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેણે આ ગીત લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવેએ તેની નકલ કરી છે. યુવકના દાવા પ્રમાણે વર્ષ 2016માં તેણે આ ગીત અપલોડ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -