અમદાવાદીઓનું નવું નજરાણું: કઈ તારીખે PM મોદી મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.
મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.
વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -