✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ક્યારે થઈ શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Sep 2018 12:55 PM (IST)
1

બંગાળી ખાડીમાં તૈયાર થયેલી નવી સિસ્ટમ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વઘી રહી છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.

2

સાયક્લોનિક સરક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ-ભૂજના વિસ્તારોમાં કોઈ અસર થશે નહીં. એટલે કે સૌરાષ્ટ્ર્ તથા ગુજરાતના કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી સર્જાઈ શકે છે.

3

બંગાળની ખાડીમાં તૈયાર થતી નવી સિસ્ટમની અસર આગામી 48 કલાકમાં જોવા મળી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આગામી પાંચ દિવસમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે રાજ્યમાં રાત્રે ઠંડક અને દિવસે ગરમી અનુભવાઈ રહી છે.

4

હવામાન વિભાગે આગાહી કરી છે કે, લો પ્રેશર તૈયાર થવાથી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની શક્યતા છે. જેથી સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ઝાપટાં પડશે. મહત્વનું એ છે કે, સોમવારે સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો.

5

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ અઠવાડિયાના અંત સુધીમાં ગુજરાતમાં હળવા ઝાપટાં પડે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. બંગાળની ખાડીના ઉત્તરે એક નવી લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત પર થાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે ગુજરાતમાં હળવો વરસાદ થઇ શકે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ક્યારે થઈ શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.