રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન અંગે કોર્ટે શું કર્યો નિર્ણય, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ કર્યા હતા. જોકે હાર્દિકને મળવા ન દેવાતાં પાટીદારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી સરકારનો વિરોધ કર્યો હતો જોકે સરકાર અડગ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ થાય તેટલા પૂરતા પુરાવા છે. ત્યારે તેને જામીન ન આપવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં અલ્પેશને જેલ મુક્ત કરવા માટે રોજ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પેશ કથિરીયાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની 3 વર્ષ બાદ ધરપકડ કરાઈ છે તેની સામે ચાર્જશીટ થાય તેવા પુરાવા નથી.
અમદાવાદ: અનામત આંદોલનના તોફાનોના કેસમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા સહિત અન્યોએ કોર્ટ સમક્ષ આપેલી બાંયધરીનું તેઓ પાલન ન કરતાં આરોપીઓને જામીન ન આપી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સામે કોઈ પુરાવા ન હોવાથી તેમને જામીન મળવા જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -