‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ફેમ કિંજલ દવે ધોરણ 12માં થઈ પાસ, જાણો ક્યા વિષયમાં કેટલા મળ્યા માર્ક્સ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના સૂરીલા અને મધૂર કંઠથી ગુજરાતમાં છવાઈ ગયેલી કિંજલ દવેના શો માટે સતત પડાપડી થઈ રહી છે. કિંજલે સતત શો વચ્ચે પણ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. અભ્યાસ અને ગાયક તરીકેની કારકિર્દી વચ્ચે સંતુલન સાધીને તેણે મેળવેલી સફળતા બદલ તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં જેના ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ’ ગીત પાછ લોકો ઘેલા છે એ ગુજરાતી લોકકલાકાર 17 વર્ષીય કિંજલ દવે ધોરણ 12 કોમર્સમાં પહેલા પ્રયત્નો જ પાસ થઇ છે. કિંજલ દવેએ 59.93 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં કિંજલને સફળતા મળી હોવાની ખબર પડી હતી.
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. ગુજરાત સહિત મુંબઈમાં પણ કિંજલ દવે અનેક પ્રોગ્રામ આપી ચૂકી છે. આજે કિંજલ દવેની ટીમ પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે.
ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરીવારમાં જન્મેલી કિંજલ દવે આજે સમગ્ર ગુજરાતમાં છવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, મુંબઇ સહીત જ્યાં પણ ગુજરાતીઓ વસે છે તે તમામ વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહીતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
કિંજલ દવેના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારી અન્ય કલાકારો માટે ગીત લખવાનું કામ કરતા હતા. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો હતો. કિંજલે નાની ઉંમરમાં ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. ગુજરાતભરમાં ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમ હિટ રહેતા કિંજલને પ્રોત્સાહન મળ્યું.
'ચાર- ચાર બંગડીવાળી ગાડી લઇ દવ' ગીતથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર પોતે પાસ થઇ હોવાની ખુશી વ્યકત કરી હતી. કિંજલ દવે પોતાના દરેક દસ્તાવેજમાં અટક જોશી લખે છે. કિંજલને ગુજરાતીમાં 69, ઇગ્લીશમાં 51, ઇકોનોમીકસમાં 69, સ્ટેટેસ્ટીકમાં 33 તથા એકાઉન્ટસમાં 34 માર્ક મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -