અમદાવાદમાં પ્રેમપ્રકરણમાં હત્યાઃ 5 વર્ષની દીકરીએ કઈ રીતે ફોડ્યો માતાની કરતૂતનો ભાંડો?
પોલીસે જણાવ્યું હતું કે હત્યા મામલે દરેક દિશામાં તપાસ ચાલી રહી છે. મૃતકની પત્ની અને અન્ય લોકો પણ શંકાના દાયરામાં છે. ટૂંક સમયમાં આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરવામાં આવશે. હત્યા મામલે હજુ સુધી કોઈપણ કારણ જાણવા મળ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં રંગોલી નગરમાં રહેતા સત્યપ્રકાશ સાકેતને પત્નીએ પ્રેમી સાથે મળીને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી. સત્યપ્રકાશ છેલ્લા બે વર્ષથી અહીં તેની પત્ની અને બાળકી સાથે રહેતો હતો. સત્યપ્રકાશ સાકેત શ્યામ કોટનમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.
મૃતક સત્યપ્રકાશની પાંચ વર્ષની દીકરી પ્રતિજ્ઞાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, ગઇ કાલે સાંજે બીજેન્દ્ર સાક ઉર્ફે ચાચુ ઘરે આવ્યા હતા. આ પછી મમ્મીએ રસોડામાં જઇને માળિયામાંથી હથોડી લાવી ચાચુને આપી હતી. પપ્પા સૂતા હતા ત્યારે ચાચુએ હથોડી પપ્પાના માથા પર મારી દીધી હતી અને પછી જતા રહ્યા હતા.
જોકે, હત્યા સમયે યુવકનો કણસવાનો અવાજ સંભળાયો નહોતો. જેથી હત્યામાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને શંકા હતી. પોલીસે તેની પત્ની ગાયત્રીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે યોગ્ય જવાબ નહીં આપતાં પોલીસ તેની પુત્રી પ્રતિજ્ઞાને પૂછ્યું હતું. જેમાં આ ધડાકો થયો હતો.
પત્નીને અન્ય યુવક બીજેન્દ્ર સાક સાથે પ્રેમસંબંધ બંધાયા પછી યુવતી પ્રેમી વગર રહી ન શકતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ મોડી સાંજે પ્રેમીને બોલાવીને પત્નીને માથામાં બોથડ પદાર્થના ઘા મારીને પતાવી દીધો હતો. પોલીસને લોહીલૂહાણ હાલતમાં ખાટલામાં પડેલી હાલતમાં યુવકની લાશ મળી હતી.
વટવાના રંગોલીનગરમાં રહેતા સત્યપ્રકાશને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. પોલીસે પત્નીની અટકાયત કરીને વધુ પૂછરપછ હાથ ધરી છે. નોંધનીય છે કે, વટવાના રંગોલીનગરમાં મોડી સાંજે એક યુવાનની હત્યા થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસને પ્રતિજ્ઞાએ જણાવ્યું હતું કે, મમ્મીએ મને કહ્યું હતું કે જો તું કોઇને કહીશ તો પર્સ નહીં લાવી આપું. બીજી તરફ લેબર કોન્ટ્રાક્ટર સત્યપ્રકાશની પત્ની ગાયત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, કાલે સાંજે શાક લેવા માટે તેની પુત્રી પ્રતિજ્ઞા સાથે બજારમાં ગઈ હતી. દરમિયાનમાં પરત ફરતાં ઘરમાં તેના પતિ સત્યેન્દ્રકુમારની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
અમદાવાદઃ શહેરના વટવામાં એક યુવકની માથામાં બોથડ પદાર્થના ઘા કરીને હત્યા કરી નાંખવામાં આવી છે. આ હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેની પત્નીએ જ કરી નાંખી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં પત્ની પર ફિટકાર વરસી રહ્યો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને ઠાર કરી નાંખ્યો હતો. યુવકની પાંચ વર્ષની દીકરીએ પોલીસને માતાની કરતૂત અંગે જાણ કરતાં ભાંડો ફૂ઼ટી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -