ગુજરાતના શરાબ શોખીનો માટે ખરાબ સમાચાર, દીવ જઈને દારૂ પીવાનું બન્યું મુશ્કેલ, જાણો કેમ?

અમદાવાદઃ ગુજરાતના શરાબના શોખીનો શરાબ પીવા દીવ જતા હોય છે પણ તેમના માટે માઠા સમાચાર છે. સુપ્રિમ કોર્ટના આદેશને અનુલક્ષીને દિવ વહીવટી તંત્રે 132 દારૂની શોપને નોટિસ ફટકારતાં આ લિકર શોપ્સને પણ તાળાં વાગી જાય તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતીઓએ દીવમાં દારૂ પીવા જવામાં તકલીફ પડશે.
સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ દીવ વહીવચી તંત્રે આ નોટિસો ફટકારી છે. સુપ્રીમ કોર્ટે નેશનલ હાઈવે પર અને નેશનલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલી તમામ લિકર શોપને બંધ કરવા ફરમાન કર્યું છે. તેના પગલે દીવ વહીવચીતંત્ર દીવની 132 લિકર શોપમાંથી 132 શોપને બંધ કરવા કે અન્ય સ્થળ પર ખસેડવા આદેશ આપ્યા છે.
બાર્ અને રેસ્ટોરન્સ્ચના માલિકો દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે, તડ ચેકપોસ્ટથી દીવનો ડિસ્ટ્રીક્ટ રોડ શરૂ થઈ જાય છે અને દીવમાં કોઈ નેશનલ હાઈવે લાગું પડતો નથી. આમ છતાં વાઈન શોપ્સના માલિકોને ખંખેરવા આ આદેશ અપાયો છે. આ મુદ્દે શોપ માલીકો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરાઈ છે.
દીવ પ્રશાસન દ્વારા આ તમામ શોપના માલીકોને 5 દિવસનું અલ્ટી મેટમ અપાયું છે. ત્યારે આગામી સમયમાં દારૂની આ તમામ શોપ બંધ થશે કે નહીં તે જોવું રહ્યું. અગાઉ દમણમાં પણ આ રીતે વાઈન શોપ બંધ કરાઈ છે. હવે દીવમાં પણ દારૂ પીવા જવાનું મુશ્કેલ બનતાં ગુજરાતના શરાબ શોખીનો માટે બીજા માઠા સમાચાર છે.
દીવ વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા આ પગલાથી દારૂની શોપ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે સાથે ગુજરાતના શારબના શોખીનો માટે પણ નિરાશાના સમાચાર છે. દીવ પ્રવાસનની સાથે સાથે દારૂ માટે પ્રખ્યાત છે અને શરાબના શોખીનોના અડ્ડા તરીકે પણ પ્રખ્યાત છે પણ આ આદેશથી દારૂનો શોખીનોને ફટકો પડશે.
દીવમાં અત્યારે 199 વધુ વાઈન શોપ ધમધમી રહ્યા છે. આ પૈકી 132 બાર અને રેસ્ટોરન્ટ હાઈવે પર છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘલાથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં આવેલી છે. બાર અને રેસ્ટોરન્ટ માલિકોનો આક્ષેપ છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ દીવને લાગુ પડતો નથી છતાં આ પગલું લેવાયું છે.