મોદીના કયા ખાસ અધિકારીએ 1200 કરોડની ઓફર કરી હોવાનો હાર્દિકે કર્યો આક્ષેપ?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું આજેય સમાજના હિતમાં કામ કરી રહ્યો છું. ઘણાં લોકો મને કોંગ્રેસનો એજન્ટ કહે છે પણ હું કોંગ્રેસનો નહીં, જનતાનો એજન્ટ છું. બિનઅનામત વર્ગને આર્થિક અનામતનો લાભ મળે તે દિશામાં મારી લડાઇ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જારી રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અગ્રણી ગુજરાતી અખબારના જણાવ્યા પ્રમાણે કૈલાસનાથને હાર્દિક પટેલને રૂ૧૨૦૦ કરોડની ઓફર કરી હતી. હાર્દિક પટેલે એવો સનસનીખેજ આરોપ મૂક્યો કે, અનામત આંદોલન વખતે મુખ્યમંત્રીના અગ્રસચિવ કે.કૈલાશનાથને મને જેલમાં રૂપિયા ૧૨૦૦ કરોડની ઓફર કરી હતી. જો મારે વેચાવુ જ હોત તો,તે વખતે વેચાઇ ગયો હોત. સ્વમાન માટે સોદો કરૂ તે મારો સ્વભાવ રહ્યો નથી.
અમદાવાદઃ ગઈ કાલે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસની અનામતની ફોર્મ્યુલા સ્વીકારી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યં હતું. આ સમયે હાર્દિક પટેલે પોતે જેલમાં હતો, ત્યારે એક અધિકારીએ આંદોલન બંધ કરવા માટે 1200 કરોડ રૂપિયાની ઓફર કરી હોવાની વાત ફરીથી ઉચ્ચારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -