હાર્દિક પટેલ કાલે કિંજલ સાથે પ્રભુતામાં પાડશે પગલાં, જાણો કેવી છે તૈયારી
હાર્દિકે આ મુલાકાતમાં કહ્યું છે કે. મોટા ભાગે પ્રેમમાં છોકરો પ્રપોઝ કરે છે અને છોકરી જવાબ આપે છે પણ અમારા કેસમાં ઊંધું છે. હું શરમાળ પ્રકૃતિનો એટલે કિંજલે જ મને પ્રપોઝ કર્યુ હતું અને મેં માત્ર ઓ.કે. કહી દીધું હતું. તેની વાત સાંભળીને બીજું કશું બોલવાના મારા હોશ જ નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતોમાં રસપ્રદ વાત એ છે કે, આ લવ સ્ટોરીમાં હાર્દિકની પ્રેમિકા કિંજલ પરીખે તેને પ્રપોઝ કર્યું હતું. હાર્દિક પટેલ અમદાવાદમાં કોલેજના પ્રથમ વર્ષમાં હતો અને કિંજલ ધોરણ 12માં ભણતી હતી ત્યારે બંનેએ પ્રેમનો એકબીજા સામે એકરાર કર્યો હતો.
હાર્દિકના ઘરે આજે ગણેશ સ્થાપન છે. જેમાં નજીકના સગા-સંબંધીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત હાર્દિકના મિત્રો પણ આવી પહોંચ્યા હતાં. હાર્દિક પટેલના પરિવારજનોએ લગ્ન હોવાથી કંકોત્રી લખવાની શરૂઆત કરી હતી. જેમાં સૌથી પહેલી કંકોત્રી ‘મેલડી માતાજી’ને લખી હતી તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
27 તારીખે હાર્દિક પટેલ કિંજલ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. 26 તારીખે પરિવારજનો દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે હાર્દિક પટેલના ઘરે નજીકના મિત્રો અને સંબંધીઓ તેના ઘરે આવી પહોંચ્યા છે. હાર્દિકના ઘરે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પહેલી વાર પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. હાર્દિક પટેલે જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની પ્રેમિકા કિંજલ પરીખ સાથે કઈ રીતે મુલાકાત થઈ અને બંને કઈ રીતે પ્રેમમાં પડ્યાં તેની વાત કરી છે. 27 તારીખે હાર્દિક અને કિંજલ લગ્નગ્રંથીથી જોડાઈ જશે. આજે તેના ઘરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -