✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકે અમદાવાદનું સંમેલન રદ કરવા માટે ભાજપના ક્યા પાટીદાર ધારાસભ્યને ગણાવ્યા જવાબદાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2017 01:51 PM (IST)
1

તેમણે ઉમેર્યું કે, સરાકર દ્વારા દબાણો કરીને ટ્રાવેલ્સની બસોને જે તે જગ્યાએ રોકી દેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો કાર્યકર્તા સંમેલન યોજવામાં આવે તો તોફાનો ફાટી નીકળવાની પૂરેપૂરી શકયતા હોવાથી ક્રાંતિકારી કાર્યકર સંમેલન સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે.

2

અગાઉ પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું કે, અમદાવાદ ખાતે યોજાનારા ક્રાંતિકારી કાર્યકર સંમેલન માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યાની મંજૂરી નથી મળી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદારો આવવાના હતા તે ટ્રાવેલ્સ એજન્સીના ધંધાર્થીઓને પણ ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યુ છે.

3

હાર્દિક પટેલે હજુ ગુરૂવારે જ હુંકાર કર્યો હતો કે, ક્રાંતિકારી કાર્યકર સંમેલન આન, બાન, શાનથી યોજાશે અને તેને કોઈ રોકી શકશે નહીં. આ સંમેલનમાં 50 હજાર કાર્યકરો ઉમટશે તેવો દાવો પણ તેણે કર્યો હતો. આ નિવેદનના 24 કલાકમાં જ હાર્દિક પટેલ પાણીમાં બેઠો છે ને સંમેલન રદ કરી દીધું છે.

4

હાર્દિકે જણાવ્યું કે, ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનું દબાણ હોવાના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો છે પણ અમે આગામી દિવસોમાં બીજા કાર્યક્રમો આપીશું. હાર્દિકે આ પત્રકાર પરિષદમાં ભાજપ સામે આકરા પ્રહારો પણ કર્યા હતા. પાસના ભાવિ કાર્યક્રમો ટૂંક સમયમાં જાહેર થશે તેવું પણ તેણે કહ્યું હતું.

5

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી 5 ઓગસ્ટ ને શનિવારે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનું હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે.

6

પાસની કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પછી આજે પાસ દ્વારા પત્રકાર પરિષદ ભરીને તેની જાહેરાત કરાઈ હતી. આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલને નિશાન બનાવી દાવો કર્યો હતો કે, તેમણે કરેલા દબાણના કારણે ઉમિયાધામે પાસને આપેલી મંજૂરી રદ કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકે અમદાવાદનું સંમેલન રદ કરવા માટે ભાજપના ક્યા પાટીદાર ધારાસભ્યને ગણાવ્યા જવાબદાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.