નરેન્દ્ર મોદીની જન્મતારીખ ખરેખર કઇ? જાણો રસપ્રદ વાત
મોદી એમ.એન કોલેજમાં પ્રી-યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો. અહીં પણ તેમની બર્થ-ડે 29,ઓગસ્ટ 1949 નોંધવામાં આવી. ખાસ વાત એ છે કે એમ.એન. કોલેજમાં પ્રવેશ સમયે મોદીના લગ્ન પણ થઇ ગયા હતા કારણ કે રજીસ્ટરમાં તેઓ મેરિડ હોવાનું નોંધવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યુ છે કે નિયમો પ્રમાણે, 31,ઓગસ્ટ સુધી પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરેલા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે એવામાં મોદીને પ્રવેશ આપવાના ચક્કરમાં જ દરબાર સ્કૂલના તત્કાલિન શિક્ષકોએ તેમની ઉંમરમાં વધારો કરવા જન્મ તારીખ 29, ઓગસ્ટ 1949 લખી દીધી હતી.
મોદીએ ધોરણ આઠ સુધી પોતાના વતન વડનગરની બી.એન. હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અહીં 11માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અહી મોદીએ 10,જૂન, 1963ના રોજ પ્રવેશ લીધો હતો. આ સ્કૂલની પ્રવેશ પુસ્તિકામાં મોદીની જન્મ તારીખ 29 ઓગસ્ટ, 1949 નોંધવામાં આવી છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારે વડાપ્રધાન મોદીનો 67મો જન્મદિવસ છે. ત્યારે મોદી ખાસ પોતાની માતાના આશીર્વાદ મેળવશે. તે સિવાય તેઓ દાહોદના લીમખેડા અને નવસારીના જલાલપોર ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીની જન્મતારીખને લઇને વિવિધ વાતો કહેવામાં આવી રહી છે.