હાર્દિકનો મેસેજ વાયરલઃ પાટીદારો માતાનું ધાવણ ન લજવતા, સુરતમાંથી જનરલ ડાયરને ભગાડજો
મેસેજના અંતમાં અપીલ કરાઈ છે કે પાટીદાર યુવાનો ધ્યાન રાખે કે પોતાની માતાનું ધાવણ લાજે નહીં. સન્માન સમારોહને સફળ બનાવવા પાટીદાર અભિવાદન સમિતિએ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આ મેસેજથી ગરમાવો આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે લખ્યું છે કે પોતાની ચાર ફાઈલો પાસ કરાવવા માટે મહેશ અને મુકેશ સમાજને વેચવા નીકળ્યા છે. તેથી આવા લોકોને પાટીદારોએ પાવર બતાવવો પડે. સુરતના યુવાનો, માતા-બહેનો જનરલ ડાયરને ઓકાત દેખાડે તે સમય આવી ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવી હાર્દિકે આ કાર્યક્રમના આયોજક મહેશ સવાણી તથા મુકેશ પટેલને પણ આડે હાથ લીધા છે. મહેશ સવાણી અને મુકેશ પટેલને તેણે ભાજપના ચમચા ગણાવ્યા છે.
પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને થાળી-વેલણ વગાડીને ઉપયોગથી સુરતમાંથી ભગાડવામાં આવે.
સુરતમાં 8 સપ્ટેમ્બરે યોજાનારા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી તથાપ્રદેશ પ્રમુખના સન્માન સમારંભ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)એ મોરચો માંડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -