✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેતન-ચિરાગે કરેલા કરોડોના ભ્રષ્ટાચાર અંગે હાર્દિકે શું આપ્યો જવાબ ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Aug 2016 10:25 AM (IST)
1

આ પત્રમાં હાર્દિકને ખુલ્લી ચેતવણી આપી હતી કે, હાર્દિક નેતા બનવાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ વૃત્તિને સંતોષવા માટે સમાજને હાથો બનાવીને રૂપિયાવાળા બનવાની પ્રવૃત્તિ બંધ કરે. આ પ્રવૃત્તિથી સમાજને ઘણું નુકસાન પહોંચ્યું છે. ચિરાગ-કેતને હાર્દિકને જણાવ્યું હતું કે, તે સાનમાં નહીં સમજે તો જેલમાં રહીને કરોડપતિ કેવી રીતે થયો તે સમાજને જણાવવું પડશે.

2

હાર્દિકે એમ પણ ઉમેર્યું કે, ચિરાગ પટેલ અને કેતન પટેલ સાચા છે કે નહીં તેનો જવાબ પાટીદાર સમાજનાં લોકો જ આપશે, મારે કોઈ જવાબ આપવાની જરૂર જ નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોર કમિટિના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલને ખુલ્લી ચેતવણી આપતો પત્ર લખ્યો હતો.

3

હાર્દિકે ઉમેર્યું કે, કેતન અને ચિરાગ પટેલે કરેલા આક્ષેપોમાં મારે ખુલાસો કરવાની જરૂર ત્યારે ઉભી થાય કે જ્યારે મેં કશું ખોટું કર્યું જ નથી. આ બાબતમાં મને કશી ખબર નથી અને મેં કશું ખોટું કર્યું નથી ત્યારે મને જવાબ આપવાની જરૂર જ નથી લાગતી. આ આક્ષેપોમાં થોડીક પણ સચ્ચાઈ હોત તો મેં ચોક્કસ ખુલાસો કર્યો હોત.

4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સામે તેના જ સાથીઓ કેતન પટેલ અને ચિરાગ પટેલે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે ત્યારે આ મુદ્દે હાર્દિકે પહેલી વાર મોં ખોલ્યું છે. હાર્દિકે કહ્યું કે, મેં કશું ખોટું કર્યું જ નથી ત્યારે મારે ખુલાસો કરવાની જરૂર જ ક્યાં છે ?

  • હોમ
  • અમદાવાદ
  • કેતન-ચિરાગે કરેલા કરોડોના ભ્રષ્ટાચાર અંગે હાર્દિકે શું આપ્યો જવાબ ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.