BJPનો વિરોધ કરનાર રેશમાની રાતોરાત ભાજપમાં એન્ટ્રી, જાણો મહેલથી જેલ સુધીની સફર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રેશમા પટેલ પાસ કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીઓને જેલમુક્ત કરાવવા માટે અનશન કર્યા હતા. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાર યુવાનો અનશન કરી રહ્યા છે.
રેશમા પટેલ અમદાવાદના વેજલપુરમાં રહે છે. અને હાલ તે સિંગલ મધર વુમન છે. જેને પરિવારમાં બે બાળકો છે. અને અમુક કારણોસર રેશમા તેના પતિથી અલગ રહે છે. રેશમાનો પતિ હાલ તેના બન્ને બાળકોની દેખરેખ રાખી રહ્યો છે. રેશમા પહેલા એક વીમા કંપનીમાં કામ કરતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી તે રિયલ એસ્ટેટના ધંધામાં સક્રિય છે. રેશમાના પિતા તેની માતાની હત્યાના કેસમાં જેલમાં બંધ છે.
રેશમા પટેલ ભાજપનો ખેસ પહેરતા જ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે સોશિયલ મીડિયામાં રેશમા પટેલની ગ્લેમરસ તસવીરો ફરતી થતાં પાટીદારો સહિત અન્ય લોકોને પણ રેશમા પટેલ વિશે જાણવાની ઉત્સુકતા જાગી હતી. ત્યારે અમે તમને રેશમા પટેલની રિયલ લાઈફ વિશે ઝાંખી કરાવશું.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં પોતાની વૈભવી જિંદગીને છોડી જેલમાં ગયેલા પાટીદાર યુવા નેતાઓને છોડાવવા માટે અમદાવાદમાં અનશન કરી રહેલી રેશમા પટેલ કોણ છે? શા માટે આંદોલન કરી રહી હતી? વગેરે જેવા મુદ્દાઓ લોકોમાં ચર્ચાતા હતા જોકે અચાનક વાતાવરણની જેમ જ પલટો આવ્યો હતચ. ચૂંટણી પહેલા હાર્દિક પટેલની ટીમમાં પંક્ચર પડી ગયું છે. હાર્દિકના સૌથી નજીક ગણાતા વરૂણ પટેલ અને રેશમા પટેલ બંન્નેએ ભાજપનો કેસ પહેરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ તુટવા માડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -