ચૂંટણી પહેલા હાર્દિક પટેલની ટીમમાં પંક્ચર, વરૂણ પટેલ અને રેશમા પટેલે ભાજપનો ખેસ પહેર્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષોમાં ગરમાવો વધતો જાય છે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલની ટીમમાં પંક્ચર પડી ગયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ તુટી ગઈ છે.
હાર્દિકના સૌથી નજીક ગણાતા વરૂણ પટેલ અને રેશમા પટેલ અને વસ્ત્રાલના પાસના કંવીનર મહેશ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે.. રેશમા પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર સાથે ચર્ચા કરીને અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.. ભાજપ સરકારે જે જાહેરાતો કરી છે તેના પર અમને ખાતરી છે. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા રેશમા પટેલે કહ્યું કે કોંગ્રેસ પાટીદારોનો દુરૂપયોગ કરે છે.
હાર્દિકને ટિકીટનો સોદાગર ગણાવીને તેના સહભાગી નહીં બનીએ તેમ જણાવ્યુ હતુ. અને આ આંદોલન હાર્દિકનું નહીં. પરંતુ પાટીદારોનું આંદોલન હતુ. તો વરૂણ પટેલે પણ ભાજપ સાથે જોડાઈને યુ-ટર્ન લઈ લીધો છે. અલ્પેશ, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિકને આમંત્રણ આપ્યું છે. અમારી લડાઈ પાટીદારો હક માટેની લડાઈ છે.
હાર્દિકના સૌથી નજીક ગણાતા વરૂણ પટેલ અને રેશમા પટેલ બંન્નેએ ભાજપનો કેસ પહેરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ચાલી રહેલ ભાજપના પાર્લામેંટ્રી બોર્ડની બેઠકમાં અમિત શાહ, સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમને મીટિંગમાં વાર્તાલાપ કરીને રેશમા અને વરૂણ પટેલે એક પ્રેસ કૉંફ્રેંસ કરીને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -