✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણીને હાર્દિકનો સીધો સવાલઃ પાટીદારો પર ગોળીબાર-લાઠીચાર્જ કોના ઈશારે થયા ? બીજું શું કહ્યું. જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2016 10:22 AM (IST)
1

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર પણ આ સવાલ મૂક્યા છે અને તેની સાથે એવી કોમેન્ટ પણ કરી છે કે વિજય રૂપાણી ટ્વીટર પર મારા આ પ્રશ્ર્નના જવાબ આપે. આ પ્રશ્ર્ન મારો નહિ આખા સમાજ નો છે. ભાજપે અમારા સમાજ પર અત્યાચાર કર્યો છે.

2

હાર્દિકે પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી આ સવાલ વિજય રૂપાણીને મોકલી આપ્યો છે. રૂપાણી પાટીદાર અનામત આંદોલન અંગે સાવચેતીપૂર્ણ અભિગમ દાખવી રહ્યા છે અને તેમનું વલણ સમાધાનકારી છે ત્યારે આ સવાલનો જવાબ તે આપશે કે કેમ તે સવાલ પૂછાઈ રહ્યો છે.

3

હાર્દિક પટેલે પૂછ્યું છે કે, પટેલ સમાજ પર ગોલીબાર ઔર લાઠીચાર્જ કિસ કે ઈશારે પર હુઆ ? આ ઉપરાંત હાર્દિકે એવું પણ પૂછ્યું છે કે, આપકી ભાજપા સરકાર પાટીદારોં કો આરક્ષણ દેગી ? હાર્દિકે આ બે સવાલો પૂછ્યા પછી હાર્દિકે સત્યમેવ જયતે એવી કોમેન્ટ પણ કરી છે.

4

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ટ્વિટર પર ટાઉન હોલ કાર્યક્રમ કરવાના છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે તેમને સીધો સવાલ પૂછ્યો છે. રૂપાણી આ સવાલનો જવાબ આપશે કે નહીં તેના પર સૌની નજર છે.

5

વિજય રૂપાણીને ટાઉન હોલ કાર્યક્રમ અંતર્ગત દસ હજાર કરતાં વધારે સવાલો મળ્યા છે. આ સવાલો પૈકી મોટા ભાગના સવાલો ફિક્સ્ડ પગારદારોને લગતા છે તે જોતાં રૂપાણી આ અંગે કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. પાટીદારો દ્વારા પણ નોંધપાત્ર સવાલ પૂછાયા છે.

  • હોમ
  • અમદાવાદ
  • રૂપાણીને હાર્દિકનો સીધો સવાલઃ પાટીદારો પર ગોળીબાર-લાઠીચાર્જ કોના ઈશારે થયા ? બીજું શું કહ્યું. જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.