'તેં મારી સાથે રમત રમી છે અને ખાલી શારીરિક સંબંધ માટે મારો ઉપયોગ કર્યો છે'
યુવતીનો આક્ષેપ લગાવ્યો છે કે, વિજય મને અમદાવાદની અલગ અલગ હોટલોમાં લઈ જઈને મારી સાથે શારીરિક સંબંધો બાંધતો અને મારી પાસે સારી ગિફ્ટની માગણી કરો હતો. એટલું જ નહીં તે મારી પાસે મારા અશ્લીલ વીડિયોની માગણી કરી હતો. હું માનસિક રીતે દિવસે અને દિવસે સાવ ખલાસ થઈ ગઈ હતી. શું કરવી તેની મને કોઈ ખબર જ પડતી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજીમાં યુવતીએ લખ્યું છે કે, એકવાર વિજય અમદાવાદ આવ્યો હતો, ત્યારે મેં તેને કહ્યું કે, આ સંબંધોનું કોઈ ભવિષ્ય નથી. તારા લીધા મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મને મારી રીતે જીવવા દે અને ત્યારે વિજયે ના પાડી દીધેલી અને કહ્યું કે, તું મને થોડો સમય આપ હું બધું સારું કરી દઇશ.
યુવતીએ અરજીમાં જણાવ્યું હતું કે, એક દિવસ મેં વિજયને ગુસ્સામાં કહ્યું કે, તેં મારી સાથે રમત રમી છે અને ખાલી શારીરિક સંબંધ માટે અને ટાઇમ પાસે માટે મારો ઉપયોગ કર્યો છે. મારી જગ્યાએ તારી બહેન હોય તો તું શું કરે? આ વાત કરતાં જ વિજય મને ગાળો આપવા માંડ્યો અઆને મને ખુબ જ માર માર્યો. તેણે કહ્યું કે, તને બરબાદ કરી દઇશ. તારા ફોટો અને વીડિયો મારી પાસે છે.
અમદાવાદઃ મૂળ ઉનાની અને અત્યારે અમદાવાદમાં રહીને જોબ કરતી એક યુવતીએ ભાજપના નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે, ભાજપના નેતોનો પુત્ર તેને મોઢા પર એસિડ ફેંકવાની અને તેના અશ્લીલ ફોટા ફેસબૂક પર મૂકીને બદનામ કરવાની ધમકી આપે છે. અત્યારે આ યુવતી અમદાવાદમાં છે અને તે ભયના માહોલમાં રહી હોવાનું જણાવી રહી છે. યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો છે કે, વિજયે રાઠોડે તેનો ખાલી ટાઇમપાસ અને સેક્સ માટે જ ઉપયોગ કર્યો છે. (અહેવાલઃ અનિતા પટણી)
- - - - - - - - - Advertisement - - - - - - - - -