'તે દિવસ દરમિયાન અડધો કલાક મળવા માટે દબાણ કરતા અને સેક્સ કરીને નીકળી જતા'
યુવતીએ કરેલી અરજીમાં લખ્યું છે કે, વિજય રાઠોડ સૌ પ્રથમ વખત જન્મ દિવસ હોવાનું કહીને તે મને કોફી શોપમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મારી મરજી વિરૂદ્ધ મને લીપ કીસ કરી હતી. એટલું જ નહીં, તે મારી સ્કૂલમાં આવ્યો હતો અને મને એક રૂમમાં લઈ જબરદસ્તી કરી હતી, મેં ના પાડી તો, તે કહેવા લાગ્યો હવે તુ મારી જ છે, બીજા સામે જોઈશ તો મોઢા પર એસીડ છાંટી દઈશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ મૂળ ઉનાની અને અત્યારે અમદાવાદમાં રહીને જોબ કરતી એક યુવતીએ ભાજપના નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે, ભાજપના નેતોનો પુત્ર તેને મોઢા પર એસિડ ફેંકવાની અને તેના અશ્લીલ ફોટા ફેસબૂક પર મૂકીને બદનામ કરવાની ધમકી આપે છે. એટલું જ નહીં યુવતીના લગ્ન ન થવા દેતો હોવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે. આ અંગે યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. (અહેવાલઃ અનિતા પટણી)
યુવતીએ અરજીમાં લખ્યું છે કે, વિજય દિવસ દરમિયાન અડધો કલાક મળવા માટે દબાણ કરતા અને સેક્સ કરીને નીકળી જતા, મેં મળવાની ના પાડી તો ફોટો ફેસબુક પર ચઢાવાની ધમકી આપતો. એક દિવસ બહેનના ફોનમાંથી વિજયને ફોન કર્યો તો તે રડવા લાગ્યો હતો. કહેવા લાગ્યો કે તું ક્યાં છે, હું તને બહુ જ પ્રેમ કરું છું. તું મારી નહીં તો કોઇની નહીં. જો તું નહીં માને તો આખી દુનિયા સળગાવી દઇશ.
ફોન કર્યો એ દિવસે પણ વિજય ત્રણ વાગે આવ્યો અને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધીને જતો રહ્યો. અને કહેતો ગયો કે તારે અમદાવાદ રહેવાનું છે. મને ખબર હતી કે તેના લગ્ન થયેલા છે. તે મારી સાથે લગ્ન કરવાનો નહોતો. આખી જીંદગી મને રખાતની જેમ રાખવા માંગતો હતો. એ ફોન કરે ત્યારે જ મારે વાત કરવાની. વિજયના પત્નીને ખબર પડી તેના કારણે વિજય મારી સાથે વાત નહોતો કરતો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડે લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા છે. અનેકવાર યુવતી સાથે જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ ફરિયાદ કરી છે. એટલું જ નહીં, વિજય તેને જબરદસ્તીથી દારૂ પીવડાવતો હતો અને આ પછી તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -