✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનું નવ મહિનાના જેલવાસમાં કેટલું વજન વધ્યું ? જેલમાં થઈ હતી કઈ બિમારી ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2016 03:21 PM (IST)
1

હાર્દિક પટેલનું વજન વધી જતાં તેના દેખાવમાં પણ ફેરફાર થયો છે. નવ મહિના પહેલાં એકદમ પાતળો અને તરવરીયા યુવાન જેવો દેખાતો હાર્દિક હાલમાં સ્થૂળ લાગે છે. તેના ચહેરો થોડો ભારેખમ લાગે છે. જો કે જેલમાંથી છૂટ્યા પછી તે 48 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યો તે જોતાં તેની એનર્જીમાં કોઈ ફરક નથી પડ્યો એ દેખીતું છે.

2

હાર્દિક જેલમાં ઉપવાસ પર ઉતર્યો ત્યારે તેનું વજન થોડું ઘટ્યું હતું. એ વખતે તેના શરીરમાં યુરીનમાં એસીટોનની માત્રા વધી જતાં સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવતા છેવટે તેણે જ્યુસ પીને પારણા કર્યાં હતા. બીમારીને કારણે એ પછી હાર્દિકને ફરી બે વાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

3

હાર્દિક પટેલને સચીનની લાજપોર જેલમાં કાચા કામના કેદી નંબર-1016 તરીકે રખાયો હતો. તેને જેલના સ્પેશીયલ બેરેક-સી-5 માં એકલો જ રાખવામાં આવ્યો હતો. જેલમાં તેને માટે ઘરનું ટિફિન આવતું અને કસરત કરવાની સવલત નહોતી. હાર્દિક જેલની દીવાલ પર ટેનિસ બોલ પછાડીને કસરત કરતો પણ તે પૂરતી નહોતી તેથી તેનું વજન વધ્યું હતું.

4

હાર્દિક પટેલની 19 ઓક્ટોબર, 2015ના રોજ રાજકોટ પાસેની માધાપર ચોકડીથી ધરપકડ કરાઈ હતી. એ પછી સુરતમાં તેની સામે રાજદ્રોહ અને હિંસાનો કેસ નોંધાતાં તેની 23 ઓક્ટોબર 2015ના રોજ સુરત પોલીસે ધરપકડ કરી હતી. એ દિવસે તેને કોર્ટમાં રજૂ કરીને લાજપોર જેલમાં મોકલી અપાયો હતો. એ વખતે તેનું વજન 69 કિલો હોવાનું જેલના રેકોર્ડમાં નોંધાયું હતું.

5

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં નવ મહિના જેલમાં ગાળ્યા. આ 9 મહિના દરમિયાન હાર્દિકના વજનમાં 10 કિલોનો વધારો થયો હોવાની રસપ્રદ વિગત બહાર આવી છે. હાર્દિકને સુરતની લાજપોર જેલમાં લવાયો ત્યારે તેનું વજન 69 કિલો હતું અને તે છૂટ્યો ત્યારે તેનું વજન 79 કિલો હતું.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકનું નવ મહિનાના જેલવાસમાં કેટલું વજન વધ્યું ? જેલમાં થઈ હતી કઈ બિમારી ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.