હાર્દિક પટેલનું સરકારને અલ્ટિમેટમ, 24 કલાકમાં સરકાર વાતચીત કરે નહીં તો........
અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના 12 દિવસે પાસ કન્વિનર મનોજ પનારાએ બુધવારે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. મનોજ પનારાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઇ વાટાઘાટો નહીં કરે તો હાર્દિક જળત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપનારાએ વધુમાં કહ્યું કે, 12 દિવસ બાદ પણ સરકાર કોઈ વાટાઘાટો કરવા માંગતી નથી. સમસ્યાનું સમાધાન કરવા અમે તૈયાર છીએ. પરંતુ સરકાર સામેથી કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. જો આગામી સમયમાં સરકાર અમારી સાથે વાટાઘાટ કરવા માંગતી હોય તો છાવણી માં આવી હાર્દિક સાથે વાત કરે. રાજ્યના ડેપ્યૂટી સીએમ ગુજરાતનો ખેડૂત સમુદ્ધ હોવાની વાત કરે છે. જે સાવ ખોટી છે. બીજા રાજ્યો માં ખેડૂતોનું દેવુ માફ થઈ શકે છે તો ગુજરાત માં કેમ નહીં. ગુજરાતનો ખેડુત દેવામાં ડૂબેલ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે થયેલી સરકાર સાથેની પાટીદાર આગેવાનોની મધ્યસ્થીને હાર્દિક પટેલે ફગાવી દીધી છે. હાર્દિકે સંભળાવી દીધું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.
પનારાએ કહ્યું, મંગળવારે બપોર બાદ સરકારે મધ્યસ્થી વાટાઘાટો પારણાં સહીતના શબ્દોનો ઉપયોગ કરાવેલ. તેના પ્રવક્તાઓએ આવી વાતો કરેલ. ભારતીય જનતા પાર્ટી ગુમરાહ કરે છે. હાર્દિક પાસે મંત્રણા કરનાર કોઈ આવ્યા જ નથી. જે લોકો વાટાઘાટો કરે છે તે સરકાર તરફી વાતો કરે છે.
મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર કોઈ પણ નિર્ણય લેવાની ફિરાકમાં નથી. સરકાર પોતાનુ વલણ સ્પષ્ટ કરતી નથી. સૌરભ પટેલે રાજકીય રીતે આંદોલન પૂર્ણ કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેનો જવાબ હાર્દિકે આપી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -