હાર્દિક પટેલે કેમ કહ્યું, હવે સહન કરવાની પણ હદ હોય, પરિણામો ભોગવવા તૈયાર રહો, જાણો વિગત
હાર્દિકે એવો સવાલ પણ કર્યો હતો કે ઈબીસીના નામે ઉઘરાવેલા રૂપિયા પાછા કોણ આપશે ?બહુ થયું છે હવે સહન કરવાની પણ હદ હોય, રાજ્યની જનતા માફ નહિ કરે. પરિણામ ભોગવવા તૈયાર રહો. જો કે ગુજરાત સરકારે ગુલાંટ લગાવીને આ પરિપત્ર રદ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકારે આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી) માટેની 10 ટકા અનામત સ્થગિત કરી તે સામે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આક્રોશ ઠાલવીને ભાજપની ઝાટકણી કાઢી છે.
હાર્દિકે લખ્યું છે કે ભાજપ સરકાર દ્વારા જે ઈબીસી રદ કરવામાં આવ્યું તે ભારતીય બંધારણની સાથે સાથે ગુજરાતના 3 કરોડ સવર્ણ સમાજની ઘોર મજાક થઇ છે. ભાજપ ગુજરાત ની જનતા પર પ્રયોગ કરી ને યુવાનો તથા ખેડૂતના પરિવાર ના ભવિષ્ય ને ખતમ કરી રહી છે.
હાર્દિકે ઉમેર્યું છે કે યુવાક્રાંતિ જ હવે ગુજરાતને બચાવી શકશે. ભાજપે ઈબીસીના નામે કરેલી મજાકનો જવાબ આપવા સૌ તૈયાર થાય. હાર્દિકે આ પરિપત્રને ગુજરાતની સ્થાપના પછી યુવાનોના ભવિષ્ય સાથે થયેલી સૌથી મોટી છેતરપિંડી ગણાવી હતી.
હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, હવે ગુજરાતની જનતા અને ખાસ કરીને યુવાનોએ જાગૃત થઇ ને પોતાના ભવિષ્ય માટે જાતે જ લડવું પડશે. આજે ગુજરાતની ભાજપે સાબિત કર્યું કે એ ગુજરાતની જનતા ને લાયક નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -