હાર્દિકના વકીલની હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી, જાણો પોલીસ સામે કર્યા કેવા આક્ષેપો ?
લોખંડવાલાએ હેબિયસ કોર્પસ રીટ પીટિશન દાખલ કરીને હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે રાજસ્થાન પોલીસને આદેશ આપે કે તે હાર્દિકને કોર્ટ સમક્ષ હાજર કરે. આ રીટ પીટિશનમાં રાજસ્થાન સરકાર, ડીજીપી તથા ઉદયપુરના આઈજીપીને પ્રતિવાદી બતાવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીટિશનમાં આક્ષેપ કરાયો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના 8 જુલાઈ, 2016ના આદેશનું બદઈરાદાના કારણે ખોટું અર્થઘટન કરીને પોલીસ અધિકારીઓએ હાર્દિક પર ખોટી શરતો લાદી છે. આ પોલીસ અધિકારીઓએ હાર્દિકને કહ્યું છે કે તે નજરકેદ હેઠળ છે.
પોલીસે હાર્દિકને ધમકી આપી છે કે એ ઘરની હદની બહાર પગ મૂકશે તો માઠાં પરિણામ ભોગવવાં પડશે. હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા પછી તે ઉદયપુરમાં કોંગ્રેસના નેતાના ઘરે રહે છે. ઉદયપુરના આઈજીએ હાર્દિકને બોલાવીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી વિના તેનું નિવાસ નહીં છોડવા ફરમાન કર્યું હતું.
જોધપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરીને, ઉદયપુરમાં હાર્દિકના કામચલાઉ ઘરે તેને ગેરકાયદેસર રીતે નજરકેદમાં રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -