ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્ય સામે હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો ? જાણો શું કેસ ?
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવા વિરુદ્ધ પોલીસ તપાસ કરવાના ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા છે. મળતી વિગતો અનુસાર, આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસુલતા પુષ્પાબહેન સરગરા નામની મહિલાએ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. ગાંધીનગરમાં રહેતા પુષ્પાબહેન સરગરા આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીની મિલકત પર પાવર ઓફ એટર્ની ધરાવે છે. જેથી તેઓ જશુભાઇ સોનીની મિલકતનું ભાડુ વસૂલવાની જવાબદારી નિભાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુષ્પાબહેને અરજીમાં રજૂઆત કરી હતી કે જશુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસૂલવા પર મને જેઠા ભરવાડ અને તેમના સમર્થકો દ્ધારા ધમકી આપવામાં આવી રહી છે. જેઠા ભરવાડ મને તે ભાડુ નહી વસૂલવા ધમકી આપી રહ્યા છે. તે સિવાય તેમની પાસે ખંડણી પણ માંગવામા આવે છે
ગુજરાત હાઇકોર્ટે મહિલાની અરજી પર આ કેસની તપાસ ગાંધીનગર સેકટર૭ની પોલીસને સોંપી છે. ઉપરાત કેસનું મોનિટરીંગ એસ.પીને કરવાનો આદેશ કર્યો હતો.
મહિલાએ કહ્યું કે, આ અંગે તેમણે ગાંધીનગરમાં સેક્ટર સાતમાં પોલીસ ફરિયાદ નોધાવી હતી પરંતુ જેઠા ભરવાડ સામે ફરિયાદ લેવાનો પોલીસે ઇનકાર કર્યો હતો. તેમણે આ મામલે ગૃહ વિભાગ સુધી ફરિયાદ નોંધાવી હતી પરંતુ કાંઇ પરિણામ આવ્યું નહોતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -