ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કાતિલ ઠંડી, કયા શહેરમાં કેટલો છે ઠંડીનો પારો, જાણો વિગત
તાપમાન વિભાગની આગાહી પ્રમાણે, હજી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અનેક શહેરોના તામપાનમાં બેથી ત્રણ ડિગ્રી પારો ઘટવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી ઠંડા સુકા પવન બે દિવસથી ફુંકાઈ રહ્યો છે. જેના કારણે રાજ્યનાં મોટા ભાગના શહેરનું લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન કોલ્ડ વેવની આગાહી છે. આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે.
આ ઉપરાંત અમદાવાદ 9.1 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13 ડિગ્રી, સુરતમાં 15.5 ડિગ્રી તાપમાન, બનાસકાંઠામાં 12 ડિગ્રી, કંડલામાં 11.9 ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું છે.
અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વધતા જતાં ઠંડીના પ્રમાણની જનજીવન પર અસર જોવા મળી રહી છે. જેથી નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -