અમદાવાદમાં વહેલી સવારથી ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2017 10:33 AM (IST)

1
2
ભારે વરસાદને કારણે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ઝરમર વરસાદ ત્યારબાદ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજસ્થાન અને પાકિસ્તાનમાં સર્જાયેલાં અપરએર સરક્યુલેશનની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
3
અમદાવાદ: આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શીવરંજની, ઈસ્કોન, મેમનગર, અખબાર નગર, નારણપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે નોકરી-ધંધે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા.
4
5